Get The App

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ 1 - image

- ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સદીઓમાં ભાગ્યે જ જોવા મળે તેવી ટ્રેડ ડીલ

- 5,000 વર્ક વિઝા, સ્ટુડન્ટ વિઝા હેઠળ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ નોકરીનો અધિકાર : ન્યૂઝીલેન્ડની ભારતીયોને ભેટ

- બંને દેશ એકબીજાને ત્યાં ૧૦૦ ટકા ડયુટી ફ્રી પ્રોડક્ટ્સની નિકાસ કરી શકશે, આગામી વર્ષથી અમલ

નવી દિલ્હી : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ ગયો છે. આ કરારના લીધે બંને દેશ એકબીજાને સંપૂર્ણ ૧૦૦ ટકા જકાતમુક્ત નિકાસ કરી શકશે. તેમા કાપડ, ચામડાના જૂતા, હીરા અને ઝવેરાતનો સમાવેશ થાય છે.આ કરારને ન્યૂઝીલેન્ડની સંસદની સમતિની જરૂરિયાત હોવાથી તે વર્ષના અંત સુધીમાં અમલી બનશે તેમ મનાય છે. ભારતમાં કેન્દ્રીય મંત્રીમડળે વેપાર સમજૂતીને મંજૂરી આપી દીધી છે.

આ એવું બીજું ટ્રેડ ડીલ છે જેમા ભારતને આગામી ૧૫ વર્ષ કે તેનાથી વધુ સમયગાળામાં ૨૦ અબજ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા મળી છે. આવી જ પ્રતિબદ્દતા ચાર દેશોના યુરોપીયન બ્લોક ઇએફટીએ તરફથી ૧૦૦  અબજ ડોલરના રોકાણના સ્વરુપમાં મળી છ.

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેના એફટીએ પર વાણિજ્ય અને ઉદ્યોગ સચિવ પિયુષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના વેપાર પ્રધાન ટોડ મેકલે દ્વારા સહીસિક્કા કરવામાં આવ્યા હતા. તેા પગલે આગામી દિવસોમાં બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વધીને પાંચ અબજ ડોલર થઈ જવાનો અંદાજ છે.

આ એફટીએ પર ટિપ્પણી કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેનાથી ખેડૂતો, યુવાનો, મહિલાઓ, એમએસએમઇ, કલાકારો, સ્ટાર્ટઅપ્સ, વિદ્યાર્થી અને સંશોધકોને નોંધપાત્ર ફાયદો થશે. 

મોદીએ સોશિયલ મીડિયામાં તેમની પોસ્ટમાં જણાવ્યું હતુ કે અન્યૂઝીલેન્ડ દ્વારા ૨૦ અબજ ડોલરના રોકાણની દાખવવામાં આવેલી પ્રતિબદ્ધતા આપણા કૃષિ, ઉત્પાદન, સંશોધન અને ટેકનોલોજી ક્ષેત્રમાં સહયોગ વધુ મજબૂત બનાવશે. તેના દ્વારા બંને દેશોનું ભવિષ્ય વધુ સમૃદ્ધ બનાવવાનો માર્ગ મોકળો થશે. 

ન્યૂઝીલેન્ડના વડાપ્રથાન ક્રિસ્ટોફર લુકસને સદીઓમાં જોવા મળતા એક કરાર તરીકે ગણાવીને જણાવ્યું હતું કે તેના કારણે ેતેમના નિકાસકારોને ૧.૪ અબજ લોકોનું અને વિશ્વના ત્રીજા નંબરના અર્થતંત્રનું સીધું એક્સેસ મળશે.