VIDEO: હિમાચલ પ્રદેશમાં દુર્ઘટના, પેરાગ્લાઈડર મહિલા પાયલટનું ક્રેશ લેન્ડિંગ દરમિયાન મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image Twitter |
Himachal Pradesh: હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં એક દુ:ખદ ઘટના બની છે. અહીં કેનેડાની 27 વર્ષીય મહિલા પાઇલટે પ્રખ્યાત બીર બિલિંગ પેરાગ્લાઇડિંગ સાઇટ પરથી ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન, પાઇલટ ધર્મશાલાના ધૌલાધર પર્વતમાળામાં ત્રિયુન્ડ સાઇટ પર પહોંચી હતી. જ્યાં તેનું ક્રેશ-લેન્ડિંગ થવાના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ મામેલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાની તપાસ કરી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ તપાસ માટે મોકલી આપ્યો છે.
આ પણ વાંચો: ભ્રષ્ટાચાર રોકવા માટે નિયુક્ત લોકપાલ હવે BMWમાં ફરશે! 70 લાખનું ટેન્ડર નીકળતા જ વિવાદ
18 ઓક્ટોબરે મહિલા પાઇલટે ઉડાન ભરી હતી
કાંગડા જિલ્લાના એએસપી વીર બહાદુરે જણાવ્યું હતું કે, મહિલા પાઇલટે 18 ઓક્ટોબરના રોજ બીર બિલિંગથી ઉડાન ભરી હતી. આ મહિલા પાયલટ એકલી ઉડાન ભરીને તે ધૌલાધર પર્વતની ટોચ પર પહોંચી હતી. જ્યાં ક્રેશ લેન્ડિંગને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેણે જણાવ્યું કે, મહિલા ઘણો સમય તેના સાથી સાથે બીર બિલિંગમાં રહેતી હતી અને અગાઉ બીર બિલિંગથી ઉડાન ભરી હતી. પોલીસને દુર્ઘટનાના સમાચાર મળતા તેને શોધવા માટે એક ટીમ બનાવી હતી.
હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને મૃતદેહ કાઠવામાં આવ્યો
એએસપીએ જણાવ્યું હતું કે, જે જગ્યાએ મહિલાનો મૃતદેહ મળ્યો હતો ત્યાંથી તેને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. જે બાદ મૃતદેહને હેલિકોપ્ટર દ્વારા ધૌલાધર પર્વત પરથી કાંગડા એરપોર્ટ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ટાંડા મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'મહિલાના સાથીને અકસ્માતની જાણ કરવામાં આવી હતી, અને કેનેડિયન દૂતાવાસને પણ જાણ કરવામાં આવી હતી. તેમજ ટાંડા મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ પછી મૃતક મહિલાનો અંતિમ સંસ્કાર બીર બિલિંગમાં કરવામાં આવશે.








