India

'નંદન નિલેકણીની આગેવાનીમાં બનશે હાઈ પાવર ટાસ્ક ફોર્સ', પરીક્ષા સુધારા પર વડાપ્રધાનની મોટી જાહેરાત

By GS Team
26 Jul 20261 min read
TukuTouch Logo
NEET પેપર લીક બાદ વડાપ્રધાન મોદીએ પરીક્ષા સુધારા માટે મોટો નિર્ણય લીધો છે. તેમણે વિશ્વપ્રસિદ્ધ ટેકનોલોજી નિષ્ણાત નંદન નિલેકણીની આગેવાનીમાં એક હાઈ-પાવર ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી. આ ટાસ્ક ફોર્સ પરીક્ષા પદ્ધતિને વિશ્વસનીય, પારદર્શી અને ટેકનોલોજીથી સજ્જ બનાવશે. આરોપીઓ જેલમાં છે અને કડક કાયદા બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'નંદન નિલેકણીની આગેવાનીમાં બનશે હાઈ પાવર ટાસ્ક ફોર્સ', પરીક્ષા સુધારા પર વડાપ્રધાનની મોટી જાહેરાત

PM Modi Announces High Powered Task Force : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીટ (NEET) પેપર લીક બાદ પરીક્ષા પદ્ધતિમાં સુધારા લાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે, વિશ્વપ્રસિદ્ધ ટેકનોલોજી નિષ્ણાત નંદન નિલેકણીની આગેવાનીમાં એક હાઈ-પાવર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. વડાપ્રધાને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, 'વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ભારત સરકાર સતત અનેક મહત્વપૂર્ણ પગલાં ભરી રહી છે. જે લોકોએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કર્યો છે, તેઓ જેલમાં સડી રહ્યા છે. અમે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી ચૂક્યા છીએ, અને સંસદમાં કડક જોગવાઈઓ સાથે નવો કાયદો બનાવવાની દિશામાં પણ આગળ વધી રહ્યા છીએ.'

પરીક્ષા પદ્ધતિ વિશ્વસનિય, પારદર્શી બનશે:PM

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે, 'આપણે ભવિષ્ય વિશે વિચારવું પડશે. આપણી પરીક્ષા પદ્ધતિ વિશ્વસનિય, પારદર્શી અને એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ હોવી જોઈએ. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, અમે વિશ્વપ્રસિદ્ધ ટેકનોલોજી એક્સપર્ટ નંદન નિલેકણીના નેતૃત્વમાં એક હાઈ-પાવર ટાસ્ક ફોર્સ ગઠિત કરવાનો નિર્ણય લીધો છે.'

વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ ટાસ્ક ફોર્સ પરીક્ષા સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, અને તેના રિપોર્ટના આધારે આગામી પરીક્ષાઓની વિશ્વસનીયતા શક્ય તેટલી વહેલી તકે સુનિશ્ચિત કરવામાં આવશે.