India

કોર્ટ દસ્તાવેજો સોશિયલ મીડિયા પર શેર કરવા સામે માલ્યાને હાઈકોર્ટની ચેતવણી

By GS Team
23 Sep 20263 mins read
TukuTouch Logo
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે ભાગેડુ દારૂના વેપારી વિજય માલ્યાને સોશિયલ મીડિયા પર કોર્ટના દસ્તાવેજો પોસ્ટ કરવા સામે ચેતવણી આપી છે. EDએ માલ્યા દ્વારા કોર્ટમાં કરાયેલા સોગંદનામાને સોશિયલ મીડિયા પર અપલોડ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો, જેને કોર્ટનો તિરસ્કાર ગણાવ્યો હતો. જસ્ટિસ મિલિંદ જાધવે માલ્યાના વકીલોને તેમના ક્લાયન્ટને આવું ન કરવા જણાવવા કહ્યું, નહીં તો કોર્ટ યોગ્ય આદેશ આપશે. કેસની વધુ સુનાવણી 13 ઓક્ટોબરે થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોર્ટ દસ્તાવેજો સોશિયલ મીડિયા પર શેર કરવા સામે માલ્યાને હાઈકોર્ટની ચેતવણી
  • અદાલતનો તિરસ્કાર હોવાનું કહી ઈડીએ વાંધો લીધો
  • અદાલતે માલ્યાના વકીલોને કહ્યું, તમારા અસીલને આવું કૃત્ય કરતાં અટકાવો નહિ તો કોર્ટ ઠીક લાગે તે આદેશ આપશે

મુંબઈ : મંગળવારે બોમ્બે હાઈકોર્ટે ભાગેડુ દારૂના વેપારી વિજય માલ્યાને તેમના મની લોન્ડરિંગને લગતા કેસ દરમિયાન સોશિયલ મીડિયા પર કોર્ટના દસ્તાવેજો પોસ્ટ કરવા સામે ચેતવણી આપી હતી. માલ્યાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટ દ્વારા કોર્ટ સમક્ષ કરાયેલાં સોગંદનામાને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યું હતું. કોર્ટ હજુ આ એફિડેવિટની સમીક્ષા કરે તે પહેલાં માલ્યાના આ પગલાંનો ઈડી દ્વારા વાંધો ઉઠાવાયો હતો અને આ કોર્ટનો તિરસ્કાર છે તેમ જણાવાયું હતું.
ઈડીએ માલ્યા સામે આઠમી સપ્ટેમ્બરે એફિડેવિટ ફાઈલ કરી હતી. તેની કોપી માલ્યાની લીગલ ટીમને પણ અપાઈ હતી. આ એફિડેવિટની સમીક્ષા હાઈકોર્ટ તા. નવમી સપ્ટેમ્બરે કરવાની હતી. જોકે, તે પહેલાં આઠમી ેસાંજે જ માલ્યાએ આ એફિડેવિટ સોશિયલ મીડિયા પર મૂકી દીધી હતી.
જસ્ટીસ મિલિંદ જાધવે આ બાબતની ગંભીર નોંધ લેતાં માલ્યાના વકીલોને કહ્યું હતું કે આ બહુ ગંભીર બાબત છે. તમારા ક્લાયન્ટને આવું કૃત્ય ન કરવા જણાવો. નહીં તો કોર્ટ યોગ્ય લાગે તે આદેશ આપશે.
માલ્યાએ તેમની સામે થયેલા કેસને બંધ કરવાની અરજી કરી છે. આ કેસમાં વધુ સુનાવણી ૧૩ ઓક્ટોબરના રોજ યોજાશે.
માલ્યાએ દલીલ કરી હતી કે પોતે બેન્કને દેવું પાછું ચૂકવી ચૂક્યા છે. જોકે, ઈડીએ દલીલ કરી હતી કે માલ્યાએ દેવું પાછું ચૂકવી દીધું હોય તો પણ તેમની સામેનો મની લોન્ડરિંગનો કેસ ચાલુ જ રહેશે. આ સંદર્ભમાં અદાલતે એસબીઆઈને એફિડેવિટ કરવા જણાવ્યું છે.
માલ્યાએ યુકેની કોર્ટમાં ચાલી રહેલી કાનૂની કાર્યવાહીનો હવાલો આપીને ભારત પાછા ફરવાની અસમર્થતા વ્યક્ત કરી છે. તેમના વતી, બોમ્બે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે જ્યાં સુધી તે કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને યુકે છોડવા પર પ્રતિબંધ છે.
આ વાત સ્વીકારીને, હાઈકોર્ટે અગાઉ માલ્યાને આ બાબત અંગે વિગતવાર સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને કેન્દ્ર સરકારને તેનો જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
માલ્યાના વકીલે હાઈકોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે તેમની સામે પ્રત્યાર્પણ પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવા છતાં, માલ્યા હાલમાં આ પરિસ્થિતિઓને કારણે પાછા ફરવા માટે અસમર્થ છે.
દરમિયાન, ઈડી ભારતમાં માલ્યાની સંપત્તિઓ જપ્ત કરવાની પ્રક્રિયા ચાલુ રાખી રહ્યું છે. આ સંપત્તિઓના વેચાણ દ્વારા બેંકોને બાકી રહેલી ડિફોલ્ટ લોનની રકમ વસૂલવાના પ્રયાસો ચાલી રહ્યા છે, અને તપાસ એજન્સી સમયાંતરે આ પ્રક્રિયા અંગે જાહેર નોટિસ જારી કરે છે.
ભારતીય બેંકોના હજારો કરોડ રૂપિયા ચૂકવીને વિદેશ ભાગી ગયેલા માલ્યાને યુકેથી ભારત પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયા હાલમાં તેના અંતિમ તબક્કામાં છે. પરિણામે, એવી શક્યતા છે કે તે યુકેની અદાલતોમાં આ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ કરી શકે છે.
તેથી, કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને અરજી ફગાવી દેવા વિનંતી કરી છે.
જોકે, સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓને ટાંકીને, માલ્યાના વકીલે ે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે આવા કેસોમાં આરોપીનું દેશમાં શારીરિક રીતે હાજર રહેવું ફરજિયાત નથી અને તેની ગેરહાજરીમાં પણ તેની અરજી પર સુનાવણી આગળ વધી શકે છે.