India

સાઉદીમાં હેલિકોપ્ટર અને ફ્રાન્સમાં વિમાન ક્રેશ : કુલ 25 લોકોનાં મોત

By GS Team
28 Jun 20261 min read
TukuTouch Logo
સાઉદી અરેબિયાના રાસ તાનુરામાં અરામકો કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થતાં 14 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના મોટી ઓઇલ રિફાઇનરી પાસે બની હતી. બીજી ઘટનામાં, ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સને લઈ જતું વિમાન ટોમ્બ્લેન પાસે ક્રેશ થયું, જેમાં 11 લોકોના મોત થયા. મૃતકોમાં 5 ઇન્સ્ટ્રકટર, 5 વિદ્યાર્થીઓ અને 1 પાયલોટનો સમાવેશ થાય છે. બંને કેસમાં તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાઉદીમાં હેલિકોપ્ટર અને ફ્રાન્સમાં વિમાન ક્રેશ : કુલ 25 લોકોનાં મોત

સાઉદી હેલિકોપ્ટર અરામકો કંપનીનું હતું
અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું હતું પણ 14 લોકોનાં પ્રાણ બચાવી શકાયા ન હતાં
નવી દિલ્હી: સાઉદી અરેબિયામાં એક હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના સાઉદીનાં રાસ તાનુરામાં બની હતી. આ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત થયા છે.
ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સને લઇ જતું વિમાન ક્રેશ : પાંચ ઇન્સ્ટ્રકટર, પાંચ વિદ્યાર્થીઓ અને એક પાયલોટનું મોત
પ્રાથમિક માહિતી અનુસાર આ હેલિકોપ્ટર અરામકો કંપનીનું હતું અને દુર્ઘટના પણ મોટી ઓઇલ રિફાઇનરી પાસે બની હતી. દુર્ઘટના પછી તરત જ બચાવ
ઘટનાનાં કારણની અત્યાર સુધી જાણ થઇ શકી નથી અને કેસની તપાસ ચાલી રહી છે. સઉદી પ્રેસ એજન્સીનાં એક રિપોર્ટ અનુસાર ક્રેશમાં મૃત્યુ પામેલા તમામ લોકો સઉદી અરબનાં રહેવાસી હતાં.
અન્ય એક ઘટનામાં ફ્રાન્સમાં એક વિમાન દુર્ઘટના બની હતી જેમાં ૧૧ લોકોનાં મોત થયા હતાં. પૂર્વ ફ્રાન્સનાં શહેર ટોમ્બ્લેનની પાસે સ્કાઇડાઇવર્સને લઇ જઇ રહેલ એક સિવિલિયન વિમાન ક્રેશ થઇ ગયું હતું.
આ વિમાનમાં સવાર તમામ ૧૧ લોકોનાં મોત થયા હતાં. સ્થાનિક અધિકારીઓનાં જણાવ્યા અનુસાર આ ફ્રાન્સનાં સૌથી ખતરનાક લાઇટ એરક્રાફ્ટ એક્સિડન્ટ પૈકીનું એક હતું.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં ક્રેશમાં પાંચ ઇન્સ્ટ્રકટર, પાંચ વિદ્યાર્થીઓ અને એક પાયલોટનું મોત થયું છે. પત્રકારોનાં જણાવ્યા અનુસાર જર્મનીમાં રજિસ્ટર્ડ આ એરક્રાફ્ટ નૈન્સી એસ્સે એરોડ્રોમનાં રનવેની પાસે એક ઘાસવાળા વિસ્તારમાં ક્રેશ થયું હતું. જે એક રેસિડેન્સિયલ વિસ્તાર અને બે સડકોની પાસે હતું.