મુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત,સૌરાષ્ટ્ર મેઈલ સહિત 4 ટ્રેન રદ, અમદાવાદ ડિવિઝને જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Trains Cancelled Mumbai Rains : મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદના કારણે, રેલવે વ્યવહારને મોટી અસર થઈ છે. પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવેલા નાલાસોપારા અને વસઈ રોડ સ્ટેશનો પર ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે, રેલવે તંત્ર દ્વારા 07 જુલાઈ 2026ના રોજ ઉપડનારી 4 મહત્વની ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રદ કરાયેલી ટ્રેનોની યાદી નીચે મુજબ છે:
ટ્રેન નંબર 22945: સૌરાષ્ટ્ર મેઈલ (Saurashtra Mail)
ટ્રેન નંબર 12901: ગુજરાત મેઈલ (Gujarat Mail)
ટ્રેન નંબર 12267: મુંબઈ - હાપા દુરંતો એક્સપ્રેસ (Mumbai - Hapa Duronto)
ટ્રેન નંબર 09011: બાંદ્રા ટર્મિનસ - ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ (Bandra Tr. - Bhuj SF spl)
મુસાફરોની સહાયતા માટે હેલ્પ ડેસ્ક નંબર જાહેર
ટ્રેનો રદ થવાના કારણે મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે, અને તેઓ ટ્રેનની સ્થિતિ જાણી શકે, તે માટે રેલવે દ્વારા હેલ્પ ડેસ્ક નંબર શરૂ કરવામાં આવ્યા છે. મુસાફરો નીચે આપેલા નંબરો પર સંપર્ક કરીને માહિતી મેળવી શકે છે.

અમદાવાદ સ્ટેશન હેલ્પ ડેસ્ક નંબર: 079-22147997
સાબરમતી સ્ટેશન હેલ્પ ડેસ્ક નંબર: 7043028680 (મોબાઈલ)
સચિન, ભેસ્તાન અને ઉધના સ્ટેશન પર પાણી ભરાવાથી ટ્રેન રદ
પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં પડેલા ભારે વરસાદના કારણે રેલવે વ્યવહારને મોટી અસર થઈ છે. સુરત નજીક આવેલા સચિન, ભેસ્તાન અને ઉધના સ્ટેશનો વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે રેલવે તંત્ર દ્વારા મહત્વની ટ્રેનોને રદ કરવાનો, અને કેટલીક ટ્રેનોને અધવચ્ચે રોકી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટાભાગના સ્ટેશનો પર પાણી ભરાતા ગુજરાત ક્વીન અને દુરંતો એક્સપ્રેસ સહિતની ટ્રેનો રદ કરી દેવામાં આવી છે.
રદ કરાયેલી ટ્રેનો:
ટ્રેન સંખ્યા 19034: અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ (Gujarat Queen Express) રદ.
ટ્રેન સંખ્યા 12297: અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ (Duronto Express) રદ.
અધવચ્ચે રોકી રાખવામાં આવેલી (રેગ્યુલેટ કરેલી) ટ્રેનો:
ટ્રેન સંખ્યા 20960: વડનગર-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસને અમદાવાદ સ્ટેશન પર રોકી રાખવામાં આવી છે.
ટ્રેન સંખ્યા 22946: ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલને ચાંદલોડિયા સ્ટેશન પર રોકી રાખવામાં આવી છે.
ટ્રેન સંખ્યા 14707: બીકાનેર-દાદર રણકપુર એક્સપ્રેસને મહેસાણા સ્ટેશન પર રોકી રાખવામાં આવી છે.
ટ્રેન સંખ્યા 12215: દિલ્હી સરાઈ રોહિલ્લા-બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસને પાલનપુર સ્ટેશન પર રોકી રાખવામાં આવી છે.
ટ્રેન સંખ્યા 22928: અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ લોક શક્તિ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી પ્રસ્થાનની રાહ જોઈ રહી છે.
ટ્રેન સંખ્યા 19218: વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી પ્રસ્થાનની રાહ જોઈ રહી છે.
મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને પગલે રેલવે, હવાઈ અને સડકમાર્ગ પ્રભાવિત થયા છે. પ્રવાસીઓ પરેશાન ના થાય તે માટે રેલવે તંત્ર દ્વારા મુસાફરોને પોતાની ટ્રેનના સ્ટેટસ તપાસીને જ મુસાફરી કરવા વિનંતી કરવામાં આવી છે.









