India

પિતા-પુત્રીના સંબંધોને કલંકિત કરતી ઘટના, માતા ઝઘડો કરી ઘર છોડી ગઇ તો પિતાએ દીકરીને પીંખી નાખી

By GS TEAM
25 Oct 20252 mins read
TukuTouch Logo
હરિયાણાના ફરીદાબાદમાં એક શરમજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ભૂપાની વિસ્તારમાં એક રિક્ષાચાલક પિતાએ જ પોતાની 14 વર્ષની સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ પાડોશમાં રહેતી એક વૃદ્ધાએ સમગ્ર આપવીતી સંભળાવ્યા બાદ આ ભયાનક કૃત્યનો પર્દાફાશ થયો હતો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પિતા-પુત્રીના સંબંધોને કલંકિત કરતી ઘટના, માતા ઝઘડો કરી ઘર છોડી ગઇ તો પિતાએ દીકરીને પીંખી નાખી

Haryana News: હરિયાણાના ફરીદાબાદમાં એક શરમજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ભૂપાની વિસ્તારમાં એક રિક્ષાચાલક પિતાએ જ પોતાની 14 વર્ષની સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ પાડોશમાં રહેતી એક વૃદ્ધાએ સમગ્ર આપવીતી સંભળાવ્યા બાદ આ ભયાનક કૃત્યનો પર્દાફાશ થયો હતો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

ડ્રગ્સના નશામાં પિતા બન્યો હેવાન

અહેવાલો અનુસાર, આરોપી ભૂપાની વિસ્તારની એક કોલોનીમાં તેની બે પુત્રીઓ સાથે રહેતો હતો. તે રિક્ષાચાલક છે અને ડ્રગ્સનો વ્યસની છે. તેના સતત ઝઘડા અને હિંસાથી કંટાળીને તેની પત્ની લગભગ એક વર્ષ પહેલા ચાર બાળકો સાથે તેને છોડીને જતી રહી હતી, જ્યારે બે પુત્રીઓ પિતા સાથે રહેતી હતી. ડ્રગ્સના વ્યસનને કારણે પિતા હંમેશા ગુસ્સામાં રહેતો હતો. તેણે આઠ-નવ દિવસ સુધી તેની 14 વર્ષની પુત્રીને પોતાની ખરાબ નિયતનો શિકાર બનાવી હતી. જ્યારે પણ બાળકી વિરોધ કરતી, ત્યારે આરોપી પિતા તેને મારી નાખવાની ધમકી આપતો હતો. આ કારણે ડરી ગયેલી પુત્રીએ કોઈને જાણ કરી ન હતી.

આ પણ વાંચો: 'મારા પિતાએ મુસ્લિમને સીએમ બનાવવા માગ કરી હતી પણ...', ચિરાગ પાસવાનનું મોટું નિવેદન

પાડોશી વૃદ્ધાની મદદથી થયો પર્દાફાશ 

પિતાના કૃત્યોથી બાળકીની તબિયત બગડી હતી. આશરે પાંચ દિવસ પહેલા તેણે પોતાની પીડા પાડોશમાં રહેતી એક વૃદ્ધાને જણાવી. વૃદ્ધ મહિલા બાળકીને ડૉક્ટર પાસે લઈ ગઈ, જ્યાં તબીબી તપાસ દરમિયાન ડૉક્ટરે પુષ્ટિ કરી કે બાળકી સાથે અયોગ્ય કૃત્ય થયું છે.

આ માહિતી મળતા જ પોલીસે ફરિયાદ નોંધી. બાળકીની તબીબી તપાસ કરાવવામાં આવી અને મેજિસ્ટ્રેટ સમક્ષ તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પિતાની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.