India

'જ્ઞાનેશ કુમાર દેશના દુશ્મન છે...', CJP લીડર અભિજિત દીપકેના પ્રહાર, આશુતોષ રાંકાએ કહ્યું - લોકતંત્રને બરબાદ કરનારામાં ટોચ પર નામ આવશે

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
CJP પ્રમુખ અભિજીત દીપકેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને 'દેશના દુશ્મન' ગણાવ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, SIR પ્રક્રિયામાં 10 મહિનામાં 14 વખત વાંધો ઉઠાવાયો હતો. દીપકેએ જ્ઞાનેશ કુમાર પર 12 કરોડથી વધુ નામ મતદાર યાદીમાંથી કથિત રીતે હટાવવાનો આરોપ લગાવ્યો છે. AAP સહિત વિપક્ષે આ મુદ્દે એક થવાની અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'જ્ઞાનેશ કુમાર દેશના દુશ્મન છે...', CJP લીડર અભિજિત દીપકેના પ્રહાર, આશુતોષ રાંકાએ કહ્યું - લોકતંત્રને બરબાદ કરનારામાં ટોચ પર નામ આવશે

CJP Attacks on Gyanesh Kumar: કોકરોચ જનતા પાર્ટીના (CJP) પ્રમુખ અભિજિત દીપકેએ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ શરૂ કર્યો છે. ચૂંટણી પંચમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર મતભેદ હોવાના દાવા સાથેના એક રિપોર્ટ બાદ દીપકેએ સીઇસી જ્ઞાનેશ કુમાર પર હુમલો કરતા કહ્યું હતું કે, તેઓ દેશના દુશ્મન છે. દીપકેએ કહ્યું કે, તેઓ ચૂંટણી નથી કરાવી રહ્યા, પરંતુ તેની પટકથા લખી રહ્યા છે.

વિપક્ષ સહિત CJPના જ્ઞાનેશ કુમાર પર આકરા પ્રહાર

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીએ SIR પ્રક્રિયા દરમિયાન 10 મહિનામાં કુલ 14 વખત ઔપચારિક રીતે વાંધો ઉઠાવ્યો હતો. દાવો કરવામાં આવ્યો છે કે, વાંધાને ધ્યાને ન રાખીને કેટલાક નિર્ણયો લાગુ કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ પબ્લિશ થતાં જ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી સહિત કેટલાક વિપક્ષી પક્ષો સહિત સીજેપી નેતાઓએ પહેલેથી જ રડારમાં રહેલા સીઇસી જ્ઞાનેશ કુમાર પર પ્રહાર શરૂ કર્યા છે.

જ્ઞાનેશ કુમાર ભારતના દુશ્મનઃ અભિજિત દીપકે

અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, ‘જ્ઞાનેશ કુમાર ભારતના દુશ્મન છે. કથિત રીતે 12 કરોડથી વધુ નામ વોટર લિસ્ટમાંથી હટાવી દીધા છે. આ સંખ્યા વર્ષ 2024 લોકસભા ચૂંટણી દરમિયાન કુલ 97 કરોડ મતદાતાઓના 12.4 ટકા છે. ભાજપની આગેવાનીવાળી NDA અને વિપક્ષ વચ્ચે માત્ર 2 ટકાનું અંતર છે. જ્ઞાનેશ કુમાર ચૂંટણી નથી કરાવતા, તેઓ તેમની પટકથા લખે છે.’ દીપકેએ અન્ય એક પોસ્ટમાં SIRની વાત કરી છે.

દેશ બરબાદ કરનારામાં ટોચ પર નામ આવશેઃ આશુતોષ રાંકા

સીજેપીના સહ-સંયોજક આશુતોષ રાંકાએ પણ જ્ઞાનેશ કુમાર પર લોકતંત્રને બરબાદ કરવાનું કહીને હુમલો કર્યો છે. તેમણે લખ્યું છે કે, ‘જ્યારે દેશનો ઇતિહાસ લખાશે, તો લોકતંત્રને બરબાદ કરનારા લોકોના લિસ્ટમાં જ્ઞાનેશ કુમાર ખાસ્સા ઉપર હશે.’ પછી તેમણે દીપકેની પોસ્ટને શેર કરતા લખ્યું કે, ‘આ કહેવામાં કોઈ સંકોચ ન હોવો જોઈએ કે, જ્ઞાનેશ કુમાર ભારતના દુશ્મન છે.’

AAPએ વિપક્ષી એકતાની અપીલ કરી

‘INDIA’ ગઠબંધનથી અલગ થઈ ચૂકેલી આમ આદમી પાર્ટી સીઈસીના વિરોધમાં વિપક્ષી એકતાની અપીલ કરી રહી છે. આમ આદમી પાર્ટીના દિલ્હી પ્રદેશ સંયોજક અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે વિપક્ષી પક્ષોને આ મુદ્દે એકજૂટ થવાની અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, તમામ વિપક્ષી પક્ષોએ ચૂંટણી આયોગ સાથે જોડાયેલો આ મુદ્દો ઉઠાવવો જોઈએ અને પંચને ‘વ્યવસ્થિત’ કરવા અંગે ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે, બાકી મુદ્દાઓની વાત પછી થશે.