અમેરિકા જતાં ગુજરાતના 3 યુવક-યુવતીનું ઇથિયોપિયામાં અપહરણ! 'ખાન' નામના શખસે માંગી રૂ.1 કરોડની ખંડણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

3 Gujarati Youths Kidnapped In Ethiopia En Route US 1 Crore Ransom Demanded | કોઈપણ ભોગે ગેરકાયદે માર્ગે અમેરિકા પહોંચવાનો ઘેલછાભર્યો મોહ વધુ એકવાર ગુજરાતી પરિવારો માટે જિંદગીનું સૌથી મોટું દુઃસ્વપ્ન સાબિત થયો છે. મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના એક જ કુટુંબના ત્રણ આશાસ્પદ યુવક-યુવતીઓ અમેરિકા પહોંચે તે પહેલાં જ વિદેશી ધરતી પર આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને અપહરણકારોની ખતરનાક ચુંગાલમાં ફસાઈ ગયા છે. પરિવારજનો પાસેથી સ્થાનિક એજન્ટે અગાઉ રૂ. 70 લાખ જેટલી તોતિંગ રકમ પડાવી લીધા પછી હવે આફ્રિકન દેશ ઇથિયોપિયાથી 'ખાન' નામના અજાણ્યા શખ્સે ત્રણેયને મુક્ત કરવા માટે રૂ. 1 કરોડની તોતિંગ ખંડણી માંગી છે.
એક જ પરિવારના ત્રણ સભ્યો એજન્ટની માયાજાળમાં ફસાયા
- મહેસાણા તાલુકાના વડસ્મા ગામનો યુવક જનસારી ઋત્વિક શૈલેષભાઈ
- ગોઝારિયા ગામની યુવતી ચાવડા મમતાબેન ચિરાગભાઈ
- ગાંધીનગરની રહેવાસી ગોપી નામની યુવતી
- આ ત્રણેય જણાએ ગેરકાયદે માર્ગે યુએસ જવા માટે કડી તાલુકાના ડાંગરવા ગામના એક સ્થાનિક એજન્ટનો સંપર્ક કર્યો હતો.
- સ્થાનિક એજન્ટે મુખ્ય સૂત્રધાર એજન્ટોના ભરોસે તેમને વિદેશ રવાના કર્યા હતા.
જયપુરથી અબુધાબી અને ત્યાંથી ઇથિયોપિયાના કેમ્પમાં રખાયા
- માનવ તસ્કરોની આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટે આ ત્રણેય યુવાનોને જયપુરથી એતિહાદ એરલાઇન્સ મારફતે પ્રથમ અબુધાબી મોકલ્યા હતા.
- અબુધાબીથી તેમને સીધા પૂર્વ આફ્રિકન દેશ ઇથિયોપિયાની રાજધાની એડિસ અબાબા લઈ જવાયા હતા.
- ત્યાં સ્વાઝીલેન્ડ સ્ટ્રીટ પર આવેલા 'જીએસએફ કેમ્પ' નામના અજ્ઞાત સ્થળે તેમને રાખવામાં આવ્યા હતા.
- આ યુવાનો માટે 19 સપ્ટેમ્બરથી 19 ઓક્ટોબર સુધીના એક મહિનાના પ્રવાસી ઇ-વિઝા મેળવવામાં આવ્યા હતા.
'કેનેડા પહોંચી ગયા' કહી રૂ. 70 લાખ પડાવ્યા, પછી આવ્યો ખંડણીનો કોલ
- સ્થાનિક એજન્ટે પરિવારને ખાતરી આપી હતી કે ત્રણેય સભ્યો હેમખેમ કેનેડા પહોંચી ગયા છે અને હવે ટેક્સી મારફતે બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જઈ રહ્યા છે.
- આ વાત પર વિશ્વાસ મૂકીને પરિવારજનોએ એજન્ટને નક્કી થયા મુજબ રૂ. 70 લાખ રોકડા ચૂકવી દીધા હતા.
- પૈસા મળતાં જ ત્રણેય યુવક-યુવતીઓના ફોન બંધ થઈ ગયા અને સંપર્ક કપાઈ ગયો હતો.
- આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે અચાનક ઇથિયોપિયાથી 'ખાન' નામના શખ્સનો ફોન આવ્યો અને તેણે જણાવ્યું કે ત્રણેય તેની કસ્ટડીમાં છે, જો જીવતા જોઈતા હોય તો રૂ. 1 કરોડની ખંડણી ચૂકવવી પડશે.
કલોલનો યુવક સહીસલામત પરત ફર્યો, આ ત્રણેય કેમ ફસાયા?
કલોલના મુન્નાભાઈ નામના વ્યક્તિનો પુત્ર પણ આ જ જૂથ સાથે અમેરિકા જવા માટે આ સફરમાં સામેલ હતો. પરંતુ તે યુવકનો એજન્ટ અલગ હતો અને તેણે નક્કી કરેલી રકમ સમયસર ચૂકવી દેતાં તેને સુરક્ષિત રીતે ગુજરાત પરત મોકલી દેવાયો હતો. જ્યારે મહેસાણા-ગાંધીનગરના આ ત્રણેય યુવાનોનો એજન્ટ એક જ હતો અને નાણાંની લેતીદેતી કે એજન્ટોના આંતરિક વિવાદમાં આ ત્રણેય નિર્દોષો આંતરરાષ્ટ્રીય માફિયાઓના હાથે બંધક બની ગયા છે.




