એક્સપોર્ટમાં મહારથી બન્યું ગુજરાત રાજ્ય, 110 અબજ ડોલરનો સામાન નિકાસ કરીને દેશમાં બન્યુ નં 1
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Becomes India Top Exporting State : નાણાકીય વર્ષ 2025-26માં 110 અબજ ડોલરના નિકાસ સાથે ગુજરાત દેશનું નંબર 1 નિકાસકાર રાજ્ય બની ગયું છે. જે ભારતના કુલ 863 અબજ ડોલરના રેકોર્ડ નિકાસમાં મુખ્ય યોગદાનકર્તા છે. આ સફળતા મજબૂત ઔદ્યોગિક નીતિઓ, ઉત્તમ પરિવહન માળખાકીય સુવિધાઓ અને સેમિકન્ડક્ટર જેવા નવા ક્ષેત્રોમાં રોકાણને કારણે હાંસલ થઈ છે. ગુજરાત ભારતનું માત્ર એક પ્રમુખ આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્ર જ નથી, પરંતુ આજે દેશના એક્સપોર્ટ સેક્ટરનું ગ્રોથ એન્જિન પણ બની ગયું છે. ભારતે નાણાકીય વર્ષ 2025-26માં 863 અબજ ડોલરની રેકોર્ડબ્રેક નિકાસ કરી છે, અને તેમાં 110 અબજ ડોલર (10.53 લાખ કરોડ રૂપિયા)ના હિસ્સા સાથે ગુજરાત તમામ રાજ્યોમાં નંબર 1 પર છે. એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને ઇલેક્ટ્રોનિક્સ જેવા સેક્ટર્સે ગુજરાતના એક્સપોર્ટને મજબૂતી પૂરી પાડી છે.
ખાસ પોલિસીનું પરિણામ
બિઝનેસ જગત સાથે જોડાયેલા લોકોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી ઔદ્યોગિક, મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ સેક્ટર સંબંધિત નીતિઓને કારણે નિકાસમાં ગુજરાતનું યોગદાન સતત વધી રહ્યું છે. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પંચાણીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સાથે ગુજરાતે પણ એક્સપોર્ટમાં અગ્રણી ભૂમિકા ભજવી છે. આવું એટલા માટે કારણ કે, રાજ્યની વિવિધ નીતિઓ, જેમ કે ગુજરાતની ઇન્ડસ્ટ્રિયલ પોલિસી, પ્રથમ નંબરે રહી છે, અને તાજેતરમાં જે નવી પોલિસી આવી છે, તે ભારતમાં આવનારી પહેલી એવી પોલિસી છે.
ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સના મતે, ગુજરાતને એક્સપોર્ટ સેક્ટરમાં અવ્વલ બનાવવામાં ઓછો લોજિસ્ટિક કોસ્ટ અને ઉત્તમ ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દેશના અગ્રણી અને અત્યાધુનિક બંદરો ગુજરાતમાં છે, સાથે જ રાજ્યમાં ઘણા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) પણ સ્થાપિત થયેલા છે, જે એક્સપોર્ટ ગ્રોથના મોટા હબ તરીકે ઉભરી આવ્યા છે.
સેમિકન્ડક્ટર અને હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ
બીજી તરફ, CIIના ભૂતપૂર્વ પ્રમુખ વિનોદ અગ્રવાલે જણાવ્યું કે, ગુજરાત હવે પરંપરાગત સેક્ટરોથી આગળ વધીને સેમિકન્ડક્ટર અને ફાઇનાન્શિયલ એક્સપોર્ટ જેવા ન્યૂ એજ સેક્ટરો તરફ પણ મજબૂતીથી આગળ વધી રહ્યુ છે. રાજ્યમાં સેમિકન્ડક્ટર અને હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વ્યાપક સ્તરે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, સાથે જ ગુજરાત ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડસ્ટ્રી મેપ પર પણ પોતાની દમદાર હાજરી નોંધાવી રહ્યું છે. આનાથી આવનારા વર્ષોમાં ગુજરાતની એક્સપોર્ટ ક્ષમતામાં વધુ વધારો થવાની શક્યતા છે.
સૌથી મોટું એક્સપોર્ટ કરતું રાજ્ય
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT), અમદાવાદના જોઈન્ટ ડિરેક્ટર રાહુલ સિંહના જણાવ્યા અનુસાર, મજબૂત પોર્ટ સિસ્ટમ, વિકસિત ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્સપોર્ટ-ઓરિએન્ટેડ નીતિઓ અને ગ્લોબલ માર્કેટ સાથે સશક્ત કનેક્ટિવિટીના કારણે ગુજરાત આજે દેશનું સૌથી મોટું એક્સપોર્ટ કરતું રાજ્ય બની ગયું છે. સાથેજ 'મેક ઇન ઇન્ડિયા', 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત 2047'ના વિઝનને સાકાર કરવામાં પણ પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.









