India

ધોરણ 10-12 પાસથી લઈને ગ્રેજ્યુએટ માટે સરકારી નોકરીની તક, 6000 પદો માટે ભરતી

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે દેશભરના વિવિધ સરકારી વિભાગોમાં 6000થી વધુ જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પડ્યું છે. Bank of Indiaમાં 1500 PO પદો માટે 8 જુલાઈ સુધી અરજી કરી શકાશે. કર્ણાટક પોલીસમાં 3991 કોન્સ્ટેબલ પદો માટે 12 પાસ ઉમેદવારો 3 જુલાઈ સુધી અરજી કરી શકે છે. NIACLમાં 550 એપ્રેન્ટિસ પદો માટે 6 જુલાઈ છેલ્લી તારીખ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધોરણ 10-12 પાસથી લઈને ગ્રેજ્યુએટ માટે સરકારી નોકરીની તક, 6000 પદો માટે ભરતી

Government Jobs: સરકારી નોકરીની તલાશ કરી રહેલા યુવાનો માટે આ સમય અનેક તકો ઝડપી લેવાનો છે. દેશભરના વિવિધ સરકારી વિભાગોમાં 6000થી વધુ જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. આ નોકરીઓ માટે 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આવી સ્થિતિમાં જો તમે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ પદો માટે સમયસર અરજી કરી દેવી જેથી અંતિમ સમયમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. જોકે, અરજી કરતા પહેલાં એ જાણી લો કે આ પદ માટે કઈ-કઈ લાયકાત અને વસ્તુઓની જરૂર પડશે.
BOI SPમાં ભરતી
દેશની સૌથી મોટી સરકારી બેન્કોમાંની એક એવી બેંક ઓફ ઈન્ડિયા (BOI)માં પ્રોબેશનરી ઓફિસર (PO)ની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1500 પદો માટે ભરતી કરવામાં આવશે, જેના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 8 જુલાઈ છે. આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોને જણાવી દઈએ કે, સિલેક્શન પ્રક્રિયા ત્રણ તબક્કામાં યોજાશે, જેમાં ફેઝ-1 પ્રિલિમિનરી પરીક્ષા અને ફેઝ-2 મુખ્ય પરીક્ષાનો રહેશે. ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે લાયક ગણાશે. ઈચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને સમયસર અરજી કરી શકે છે.
કોન્સ્ટેબલના 3991 પદો પર ભરતી
કાર્નાટક પોલીસ વિભાગે પોલીસ કોન્સ્ટેબલના પદો પર ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જારી કરી દીધું છે, જેના હેઠળ કુલ 3991 પદો પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર 12 પાસ હોવો અનિવાર્ય છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 3 જુલાઈ છે.
NIACLમાં ભરતી
ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ (NIACL)એ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા યુવાનો માટે એપ્રેન્ટિસના 550 પદો પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. આ પદ માટે અરજી કરવા ઈચ્છુક યુવાનો પાસે કોઈ પણ પ્રકારના વર્ક એક્સપિરિયન્સની જરૂર નથી. આ નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 6 જુલાઈ છે.