Government Hikes Export Duty on Diesel and ATF: કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક બજારમાં ઈંધણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને વૈશ્વિક બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિકાસ વેરામાં મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. 11 એપ્રિલ, 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન મુજબ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરના વેરામાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે.
• ડીઝલ પર એક્સપોર્ટ ડ્યુટી: સરકાર દ્વારા ડીઝલ પરની નિકાસ જકાત ₹21.5 પ્રતિ લિટરથી વધારીને ₹55.5 પ્રતિ લિટર કરી દેવામાં આવી છે. આ એક મોટો વધારો માનવામાં આવી રહ્યો છે.
• ATF (વિમાન ઈંધણ) પર એક્સપોર્ટ ડ્યુટી: વિમાનમાં વપરાતા ઈંધણ એટલે કે ATF પરનો વેરો ₹29.5 પ્રતિ લિટરથી વધારીને ₹42 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.
• પેટ્રોલ પર રાહત: પેટ્રોલની નિકાસ પરના વેરામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તે અગાઉની જેમ જ 'શૂન્ય' રાખવામાં આવ્યો છે.
આ નવા દરો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે. સરકારના આ પગલાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણની નિકાસ કરતા રિફાઈનર્સ પર અસર પડી શકે છે, પરંતુ તેનાથી સ્થાનિક બજારમાં ઈંધણનો પુરવઠો જાળવી રાખવામાં મદદ મળશે.


