સેમીકંડક્ટર સેક્ટર માટે સરકારે 1.27 લાખ કરોડની ફાળવણી કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા કેન્દ્રની પહેલ
- મોટી કંપનીઓ સાથે મધ્યમ કદના એકમો, એસએમઇ અને સ્ટાર્ટઅપ્સને ચિપ ઇકોસિસ્ટમનો હિસ્સો બની શકશે
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સેમિકોન ૨.૦ પ્રોગ્રામ માટે ૧.૨૭ લાખ કરોડની રકમ ફાળવવાની તૈયારી રાખી છે. આ રકમ સેમીકંડક્ટર વેલ્યુ ચેઇનને પ્રોત્સાહન આપવા અને તેના માટે યોગ્ય કંપનીઓ પાછળ ખર્ચવામાં આવશે. તેમા ૨૦,૦૦૦ કરોડનું લઘુત્તમ રોકાણ ધરાવતી સિલિકોન વેફર ફેબ્સ અને ચિપ ડિઝાઇન માટેની સ્વીટનર કંપનીઓને ૪૦ ટકા ફિસ્કલ સપોર્ટનો સમાવેશ થાય છે.
એઆઈ ચિપની ઇકોસિસ્ટમ રચવા પર ભાર, વૈશ્વિક સેમીકંડક્ટર માર્કેટમાં ભારતનો હિસ્સો ૧૦ ટકા હશે : વૈષ્ણવ
આમ ભારતે વૈશ્વિક રોકાણકારોની સાથે અત્યાધુનિક ચિપ ડિઝાઇનવાળા સ્ટાર્ટઅપ્સને આકર્ષવા માટેનું અત્યંત મોટું પગલું લીધું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની તેજીમાં સેમી કંડક્ટર્સ વિશ્વસ્તે ર્વૂયાહ્તમક સંસાધન તરીકે ઉભરી આવ્યું છે ત્યારે એડવાન્સ્ડ ચિપ્સ અને મેમરી અકલ્પનીય માંગ સર્જાઈ છે.
તેની સાથે સપ્લાય ચેઇનના મોરચે શંકાસ્પદ સ્થિતિ અને ભૂરાજકીય તનાવના કારણે વૈશ્વિક કંપનીઓને તેમની સેમીકંડક્ટર ક્ષમતા વિસ્તારવાની અને નિયત ઉત્પાદન કેન્દ્રો પર તેમનું અવલંબન ઘટાડવાની ફરજ પડી છે. આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં વૈશ્વિક સેમીકંડક્ટર માર્કેટમાં ભારતનો ફાળો દસ ટકા હશે.
કેન્દ્રીય મંત્રીમંડળે ૧૫ જુલાઈ ૨૦૨૬ના રોજ મંજૂર કરેલી સેમીકોન ૨.૦ સ્કીમનું જાહેરનામુ સોમવાર બહાર પાડવામાં આવ્યુ હતુ. તેમા રુ. ૧,૨૭,૫૦૦ કરોડની રકમી ફાળવણી કઈ રીતે કરાશે તે જણાવાયું છે. તેમા પ્રોત્સાહનો કઈ રીતે અપાશે અને વિવિધ કેટેગરીમાં પાત્રતાના માપદંડો કયા છે તેની વિગત પણ આપવામાં આવી છે.
તેમા પ્રોડક્ટ ડિઝાઇન લિંક્ડ પ્રોત્સાહનમાં સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઇને રુ. ૧૫ કરોડનું સીડ ફંડિંગ કે પ્રોજેક્ટ ખર્ચના ૫૦ ટકા જેટલી રકમ મળી શકે છે. તેમા ઇક્વિટી સહરોકાણ રુ. ૧૫ કરોડ કે તેનાથી વધુ રકમનું હોઈ શકે છે. આ સિવાય અન્ય પાત્ર કંપનીઓ રોયલ્ટી ફાઇનાન્સિંગ કે ઇક્વિટી સહરોકાણ પણ એક્સેસ કરી શકે છે.
આ ઉપરાંત ડિપ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ નવી આઇપી, ચિપ્સ અને એસઓસીને પાંચ વર્ષ સુધી ચોખ્ખા વેચાણના ૯ ટકા રિઇમ્બર્સ મળી શકશે, તેમા પ્રતિ અરજી ટોચમર્યાદા રુ. ૩૦ કરોડ અને પ્રતિ કંપની ટોચમર્યાદા રુ. ૧૨૦ કરોડ છે. જ્યારે સિલિકોન સેમીકંડક્ટર વેફર ફેબ્સમાં સરકારે પ્રતિ અરજી દીઠ કોઈપણ ત્રણ નાણાકીય વર્ષમાં લઘુત્તમ રોકાણ રૂ. ૨૦,૦૦૦ કરોડનું અને લઘુત્તમ આવક રુ. ૭,૫૦૦ કરોડની રાખી છે. તેના માટે પાત્ર બનનારી ફેબ્સે પ્રતિ માસ ૩૦૦ એમએમ વેફર્સની કુલ ૪૦,૦૦૦ વેફર્સની ક્ષમતાનું ઉત્પાદન હોવું જોઈએ. આ કંપની પ્રોડકશન ગ્રેડ લાઇસન્સ્ડ ટેકનોલોજી ધરાવતી હોવી જોઈએ.
આ ઉપરાંત કમ્પાઉન્ડ સેમીકંડક્ટર, ફોટોનિક્સ, સેન્સર અને ડિસ્ક્રેટ સેમીકંક્ટર ફેબ્સને ૩૫ ટકા સપોર્ટ મળશે. તેમા લઘુત્તમ મૂડીરોકાણ રુ. ૫૦૦ કરોડ અને આવક રુ. ૨૦૦ કરોડ હોવી જોઈએ.
ડિસ્પ્લે ફેબ્સમાં ઓલઇડી અને એલસીડી ફેબ્સમાં રુ. ૧૦,૦૦૦ કરોડનું રોકા એ રુ. ૫,૦૦૦ કરોડની આવક, માઇક્રો એલઇડી પ્રોજેક્ટમાં રુ. ૧,૫૦૦ કરોડનું રોકાણ અને રુ. ૬૦૦ કરોડની આવક પર ૩૫ ટકાનો સપોર્ટ મળશે.




