India

આસામમાં પૂરનો હાહાકાર... લોખંડનો પુલ તૂટ્યો, ટ્રેનો બંધ, 45 હજાર લોકો પ્રભાવિત, આ આફત પાછળ 5 મુખ્ય કારણો જવાબદાર

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
અસમમાં પૂરથી 5 જિલ્લાના 45,000 લોકો પ્રભાવિત થયા છે, જેમાં ધેમાજી સૌથી વધુ ભોગ બન્યો છે. વાયુસેના રાહત કાર્યમાં જોડાઈ છે. સિમેન નદી પરનો 300 મીટરનો પુલ ધરાશાયી થતાં રેલ વ્યવહાર ઠપ્પ થયો છે. ભારે વરસાદ, બ્રહ્મપુત્રા નદી, કાંપ જમા થવો, જંગલોનું નિકંદન અને ગેરકાયદે બાંધકામ પૂરના મુખ્ય કારણો છે. મુખ્યમંત્રીએ પુનર્વસનની ખાતરી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આસામમાં પૂરનો હાહાકાર... લોખંડનો પુલ તૂટ્યો, ટ્રેનો બંધ, 45 હજાર લોકો પ્રભાવિત, આ આફત પાછળ 5 મુખ્ય કારણો જવાબદાર

Assam Flood : અસમમાં પૂરના કારણે ભારે તબાહી મચી છે. રાજ્યના 5 જિલ્લામાં આશરે 45,000 લોકો પૂરથી પ્રભાવિત થયા છે, જેમાં ધેમાજી જિલ્લો સૌથી વધુ ભોગ બન્યો છે. પરિસ્થિતિ ગંભીર હોવાથી વાયુસેનાને રાહત અને બચાવ કામગીરીમાં લગાવવામાં આવી છે.

ટ્રેન વ્યવહાર ઠપ્પ અને ભારે નુકસાન
પૂરમાં સિમેન નદી પર આવેલો 300 મીટર લાંબો લોખંડનો પુલ ધરાશાયી થયો છે અને રસ્તાઓ બેસી ગયા છે. આ કારણે મુર્કોંગસેલેક અને શિલાપાથર વચ્ચેનો રેલ વ્યવહાર રોકી દેવાયો છે અને અનેક વિસ્તારોનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે.

અસમમાં દર વર્ષે પૂર આવવાના 5 મુખ્ય કારણો

  • ભારે વરસાદ: અસમમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન થતો અતિભારે વરસાદ નદીઓની જળસપાટી ઝડપથી વધારે છે.
  • બ્રહ્મપુત્રા નદી: બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ ઉફાન પર આવતા પૂરનું જોખમ વધી જાય છે.
  • નદીઓમાં કાંપ જમા થવો: પહાડોમાંથી વહીને આવતી માટી અને કાંપ નદીના તળિયે જમા થાય છે, જેનાથી નદીની પાણી સમાવવાની ક્ષમતા ઘટી જાય છે.
  • જંગલોનું નિકંદન: પહાડી વિસ્તારોમાં વૃક્ષો કપાવાના કારણે માટીનું ધોવાણ વધ્યું છે અને તે કચરો નદીઓમાં ઠલવાય છે.
  • ગેરકાયદે બાંધકામ: નદી કિનારે થતા અણઘડ બાંધકામો પાણીના કુદરતી પ્રવાહને રોકે છે. અસમનો 40% થી વધુ વિસ્તાર પૂરના આવા જ હાઈ-રિસ્ક ઝોનમાં આવે છે.

મુખ્યમંત્રીનું આશ્વાસન
મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું છે કે લોકોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પૂરના કારણે લોકોની આજીવિકાને મોટું નુકસાન થયું છે, જેથી સરકાર મોટા પાયે પુનર્વસન કાર્યક્રમ ચલાવી રહી છે અને દરેક પીડિતની સાથે મજબૂતીથી ઉભી છે.