India

સર્વાઇકલ કેન્સરને લઈને બજેટમાં મહત્ત્વની જાહેરાત, કિશોરીઓને વિનામૂલ્યે રસી આપશે

By GS Team
1 Feb 20241 min read
This article was originally published on 1 Feb 2024
TukuTouch Logo
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં ખેડૂતો અને મહિલાઓ માટે મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી રહી છે. બજેટ ભાષણમાં નાણામંત્રી નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર મિશન સર્વાઇકલ કેન્સર રસીકરણને પ્રોત્સાહન આપશે. 9થી 14 વર્ષની કિશોરીઓને વિનામૂલ્યે રસી આપવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સર્વાઇકલ કેન્સરને લઈને બજેટમાં મહત્ત્વની જાહેરાત, કિશોરીઓને વિનામૂલ્યે રસી આપશે

Interim Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં ખેડૂતો અને મહિલાઓ માટે મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી રહી છે. બજેટ ભાષણમાં નાણામંત્રી નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર મિશન સર્વાઇકલ કેન્સર રસીકરણને પ્રોત્સાહન આપશે. 9થી 14 વર્ષની કિશોરીઓને વિનામૂલ્યે રસી આપવામાં આવશે.

કિશોરીઓ માટે એચપીવી રસીકરણ અભિયાન

સર્વાઇકલ કેન્સરની વધતી સંખ્યાને ઘટાડવા માટે, કેન્દ્ર સરકાર હ્યુમન પેપિલોમાવાયરસ અથવા HPV રસી- CERVAVACને લાગુ કરવા માટે તૈયાર છે. નિષ્ણાતોના મતે, સર્વાઇકલ કેન્સર ભારતમાં બીજા નંબરનું સૌથી સામાન્ય કેન્સર છે. દર વર્ષે દેશમાં 1,20,000થી વધુ મહિલાઓ સર્વાઇકલ કેન્સરનો ભોગ બને છે. તેમાંથી વાર્ષિક અંદાજે 77,000 મહિલાઓ મૃત્યુ પામે છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે આ દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં છે. કેન્દ્ર સરકારે સર્વાઇકલ કેન્સરની રસી એચપીવી 9થી 14 વર્ષની કિશોરીઓને ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી છે.

કેન્દ્ર સરકાર ત્રણ વર્ષમાં ત્રણ તબક્કામાં કામ કરશે અને એવી અપેક્ષા છે કે અભિયાનનો બીજો તબક્કો આ વર્ષના ઉત્તરાર્ધમાં શરૂ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર પાસે પ્રથમ તબક્કા માટે જરૂરી રસીના 6.5થી 7 કરોડ ડોઝનો સ્ટોક છે.