શહેબાઝ સરકારના પતનના ભણકારા : ઇમરાનની સારવાર મુદ્દે વિપક્ષો એક થયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી: પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક હમીદ મીરનું તો સ્પષ્ટ આકલન રહ્યું છે કે શેહબાઝ શરીફ સરકાર સામે ગંભીર રાજકીય પડકારો ઊભા થઈ રહ્યા છે. તેઓ કહે છે કે પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ટેકાથી તો શેહબાઝ સરકાર ટકી રહી છે. પરંતુ બિલાવટ ભૂટ્ટો જ આ વિપક્ષી સંગઠનમાં જોડાઈ જાય તેવી પૂરી શક્યતાને લીધે શેહબાઝ સરકારનું પતન નિશ્ચિત લાગે છે.
મીર વધુમાં જણાવે છે કે ૨૦૨૨માં ઇમરાનખાનને જે પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો, તેવી જ પરિસ્થિતિ શેહબાઝ સામે ઊભી થવાની પૂરી શક્યતા છે. તે સમયે ઇમરાનખાને બહુમતી ગુમાવતાં તેની સરકાર પડી ભાંગી હતી.
એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં ઇમરાનખાનની તંદુરસ્તી અને પાકિસ્તાનનાં રાજકીય ભાવિ અંગે બોલતાં મીરે કહ્યું હતું કે આગામી ૩-૪ દિવસ અત્યંત મહત્વના બની રહેશે. તેઓએ આવતીકાલ સોમવાર તા. ૨૪ મી ઓગસ્ટે મળનારી વિપક્ષી નેતાઓની મીટીંગનો ઉલ્લેખ કર્યો હતો. અને કહ્યું હતું કે તે કી-ઈવેન્ટ શેહબાઝ શરીફ સરકારનુ ભાવિ નિશ્ચિત કરશે.
તેઓએ વધુમાં જણાવ્યુ ંકે પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનને કુખ્યાત અદીયાલા જેલમા ંઆઈસોલેશન-સેલ (એકાકી કોટડી)માં રાખવામાં આવ્યા છે. મહિનાઓથી તેઓ તે કોટડીમાં છે. તેઓને કોઈને મળવા દેવામાં આવતા નથી. તેઓની બગડતી જતી તંદુરસ્તી પ્રત્યે ધ્યાન જ અપાતું નથી.
હમીદ મીરે વધુમાં જણાવ્યું કે ગુરૂવારે રાત્રે તેઓને જ્યાં શ્રેષ્ઠ સારવાર મળી શકે તેવી શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલને બદલે પાકિસ્તાન ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીઝ (પી.આઈ.એમ.એસ.)માં લઈ જવામાં આવ્યા હતા.
મીરે વધુમાં જણાવ્યું કે ખાનની પાર્ટી તેમજ તેઓનાં કુટુંબીજનોએ ઇમરાન સાથે અમાનવીય વ્યવહાર કરાતો હોવાના પણ આક્ષેપો કર્યા છે. તેટલું જ નહીં પરંતુ શેહબાઝ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશોનું પણ યોગ્ય રીતે પાલન કર્યું નથી. તેણે કોર્ટે આપેલી સૂચનાઓ પણ ઓળંગી છે. આ બધી બાબતો મહત્વના રાજકીય પક્ષોને નજીક લાવી રહ્યા છે.
આ વરિષ્ઠ પત્રકારે તે પ્રત્યે પણ ધ્યાન દોર્યું હતું કે, પહેલાં તો એકમાત્ર ઇમરાનખાનની પાર્ટી જ સરકાર સામે લડત આપી રહી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. હવે તો અન્ય મહત્વના પક્ષો પણ શેહબાઝ સરકાર સામે પડયા છે. તેટલુ ંજ નહીં પરંતુ ૨૪ ઓગસ્ટે મળનારી મહત્વના પત્રોની બેઠકમાં, બિલાવલ ભૂટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી પણ જોડાય તેવી પૂરી શક્યતા છે. તે પાર્ટીના ટેકાથી તો શેહબાઝ સરકાર ટકી રહી છે. તે ખસી જતાં સરકાર પડી પણ ભાંગે જુઓ, સહુ જુઓ આગામી બે-ત્રણ દિવસો મહત્વના બની રહેશે.









