ઓપરેશન સિંદૂર પછી પણ 150 પાક. છોકરીઓ ભારતમાં પરણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : ભારતની આઝાદી પછી જ્યારે પાકિસ્તાન અલગ થયું, ત્યારે અનેક પરિવારો જુદા થયા, પરંતુ એ આપસી રિશ્તેદારીમાં બંધાયેલા રહ્યા. દાયકાઓ સુધી એક-બીજા દેશોમાં લગ્નો પણ થતા રહ્યા. ઓપરેશન સિંદૂર વખતે જ્યારે સરકારે ભારતમાં રહેતા પાકિસ્તાની લોકોને પાછા જવાનો આદેશ આપ્યો ત્યારે અટારી-વાઘા સરહદે હજારોની સંખ્યામાં લોકો દેખાયા. એ પછી આ બોર્ડરને બંધ કરી દેવાઈ છે. ગૃહમંત્રાલયના રિપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષમાં પણ લગભગ ૧૫૦ થી વધુ પાકિસ્તાની દુલ્હનો ભારતના વિવિધ રાજ્યોમાં આવી છે.
ઓપરેશન સિંદૂર પહેલા સગાઈ કરેલા જોડાને ખાસ મંજૂરી અપાઈ
આ રિપોર્ટમાં જણાવાયાનુસાર, ઓપરેશન સિંદૂર પહેલા જ જેના સંબંધ થઈ ગયા હતા એે જોડાઓને ખાસ પરવાનગી આપવામાં આવી. સામાન્યપણે ભારત અને પાકિસ્તાનના લોકો વિઝા હોય ત્યારે અટારી-વાઘા બોર્ડરના રસ્તે જમીનમાર્ગે આવી-જઈ શકે છે, પરંતુ ઓપરેશન સિંદૂર પછી આ રસ્તો બંધ થવાના પરિણામે આ પાકિસ્તાની દુલ્હનોએ હવાઈ માર્ગે ભારત આવવું પડયું. આમાંથી અનેક દુલ્હનો કોલંબો, દુબઈ, કતાર જેવા સ્થળોએથી વિમાન બદલીને હિંદુસ્તાન આવી.
આવા લગ્નો માટે પાકિસ્તાની લોકોને પણ વિઝા આપવામાં આવ્યા હતા. જોકે એમને લગ્ન પછી તુર્ત જ પાછા જવા જણાવાયું હતું. આથી એ લગ્નો પણ બહુ સાદાઈથી થયા. ગયા વર્ષે જુનથી એપ્રિલ દરમિયાન લગભગ ૧૫૦ પાકિસ્તાની દુલ્હનો ભારતમાં આવી.
વિઝા સાથે ભારતમાં વસનારા ઈંકેશ જશવાનીની સગાઈ આપરેશન સિંદૂરની પહેલા થઈ ગઈ હતી. એમની મંગેતર પાકિસ્તાની સિંધના ખાનપુર તાલુકાની છે, જેણે મંત્રાલયની મંજૂરી લઈને ભારત આવવુ પડયું.









