એમિરેટ્સના મુસાફરો માટે ખુશખબર: હવે ફ્લાઈટ ટિકિટની રકમની ચૂકવણી EMIમાં કરી શકાશે, 36 મહિના સુધીના હપ્તાની સુવિધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

EMI Flight Booking : પ્રખ્યાત ઈન્ટરનેશનલ એરલાઈન્સ એમિરેટ્સે ભારતીય મુસાફરો માટે એક શાનદાર સુવિધા શરૂ કરી છે. હવે ભારતના પ્રવાસીઓ ટિકિટ બુકિંગ વખતે આખું પેમેન્ટ એકસાથે કરવાના બદલે આસાન માસિક હપ્તા એટલે કે EMIનો વિકલ્પ પસંદ કરી શકશે. આ નવી સુવિધાથી મધ્યમ વર્ગના લોકો માટે પણ વિદેશ પ્રવાસ કરવાનું બજેટ જાળવવું સરળ બનશે.
3 થી 36 મહિનાના હપ્તાની સુવિધા
આ નવી ઓફર હેઠળ ભારતીય મુસાફરો એમિરેટ્સના નેટવર્કમાં આવતા દુનિયાના લગભગ 140 સ્થળો માટે ફ્લાઈટ બુક કરાવી શકે છે. ગ્રાહકો પોતાની સગવડ મુજબ 3 મહિનાથી લઈને 36 મહિના સુધીના ફ્લેક્સિબલ હપ્તામાં ટિકિટના પૈસા ચૂકવી શકશે. આ સુવિધાનો લાભ એમિરેટ્સની સત્તાવાર વેબસાઈટ પરથી બુકિંગ કરતી વખતે મેળવી શકાશે.
દેશની 12 મોટી બેંકો સાથે ડીલ
મુસાફરો પોતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને આ EMI ઓપ્શન પસંદ કરી શકે છે. આ માટે કંપનીએ ભારતની 12 અગ્રણી બેંકો સાથે ભાગીદારી કરી છે. જેમાં SBI, HDFC, ICICI, Axis, બેંક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ, RBL, YES બેંક, IDBI, HSBC અને સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડ બેંકનો સમાવેશ થાય છે. જે-તે બેંકના નિયમો મુજબ વ્યાજ દર અને પ્રોસેસિંગ ફી લાગુ પડશે.
પ્રવાસીઓ માટે આ સ્કીમ ગેમ-ચેન્જર બનશે
એમિરેટ્સ કંપની (Emirates Airline)ના ઈન્ડિયા અને નેપાળના વાઈસ પ્રેસિડેન્ટ મોહમ્મદ સરહાને જણાવ્યું કે, 'ભારતમાં અમારા મૂલ્યવાન ગ્રાહકો માટે આ ફ્લેક્સિબલ પેમેન્ટ સોલ્યુશન રજૂ કરતા અમને ખૂબ જ આનંદ થાય છે. આ સુવિધા અમારા ભારતીય મુસાફરો માટે એક ગેમ-ચેન્જર સાબિત થશે, કારણ કે તે તેમના બજેટને અનુરૂપ સરળ માસિક હપ્તાઓમાં ચૂકવણી કરીને લાંબા સમયથી આયોજિત રજાઓ બુક કરવા અથવા તેમના મુસાફરીના અનુભવને અપગ્રેડ કરવાની મંજૂરી આપશે.'









