રાજ્યસભાની 12 બેઠકો માટે ત્રણ રાજ્યોમાં 16 ઓક્ટોબરે ચૂંટણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઉ.પ્ર.ની ૧૦, પ.બંગાળ અને ઉત્તરાખંડની એક-એક બેઠક
- ઉ.પ્ર.ની દસ બેઠકો પૈકી ભાજપ આઠ અને સપા બે બેઠકો જીતે તેવી શક્યતા : પ. બંગાળ અને ઉત્તરાખંડની એક-એક બેઠક ભાજપને મળે તેવી સંભાવના
નવી દિલ્હી : ચૂંટણી પંચ દ્વારા મંગળવારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળની ૧૨ રાજ્યસભા બેઠકો માટે ૧૬ ઓક્ટોબરે ચૂંટણીનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપ ૧૦માંથી ૮ બેઠકો જીતે તેવી શક્યતા છે. સમાજવાદી પાર્ટીને એક બેઠકનો ફાયદો થઇ શકે છે.
પશ્ચિમ બંગાળની એક માત્ર બેઠક ભાજપ જીતે તેવી શક્યતા હોવાથી રાજ્યસભામાં પક્ષનાં સાંસદોની સંખ્યામાં એકનો વધારો થવાની શક્યતા છે. આ બેઠક અભિનેત્રી રૂકમણિ મલિકના રાજીનામા બાદ ખાલી પડી હતી.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભામાં વિવિધ પક્ષોની વર્તમાન તાકાતને આધારે ભાજપ નેતૃત્ત્વવાળા ગઠબંધન પાસે આઠ બેઠકો જળવાઇ રહેવાની શક્યતા છે. જ્યારે સપાની બેઠકો એકથી વધીને બે થઇ શકે છે. આ ચૂંટણી પછી રાજ્યસભામાં માયાવતીની પાર્ટી બસપાનું કોઇ પ્રતિનિધિત્ત્વ રહેશે નહીં. બસપા પાસે કોઇ લોકસભા સાંસદ નથી અને ઓગસ્ટમાં ઉત્તર પ્રદેશનાં એક માત્ર ધારાસભ્ય ઉમા શંકરનું પણ અવસાન થયું છે. તેમના એક માત્ર રાજ્યસભા સાંસદ રામજી ગૌતમનું કાર્યકાળ નવેમ્બરમાં સમાપ્ત થઇ રહ્યું છે.
ઉત્તરાખંડમાં ભાજપનાં રાજ્યસભા સાંસદ નરેશ બંસલ નિવૃત્ત થઇ રહ્યાં છે. ભાજપ આ બેઠક જાળવી રાખે તેવી પૂરી શક્યતા છે. આ દરમિયાન ચૂંટણી પંચે જણાવ્યું છે કે ચાર રાજ્યોમાં વિધાન પરિષદની ૨૮ બેઠકો માટે ૨૩ ઓક્ટોબરે ચૂંટણી યોજવામાં આવશે. નવેમ્બર અને ડિસેમ્બરમાં બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની વિધાન પરિષદમાંથી ૨૮ સભ્યો નિવૃત્ત થઇ રહ્યાં છે.
આ ચૂંટણી ગ્રેજયુએટ અને શિક્ષક મતવિસ્તારો માટે યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સ્નાતક અને શિક્ષક મતવિસ્તારો એ વિશેષ ચૂંટણી ક્ષેત્રો છે જ્યાં માત્ર લાયક સ્નાતકો અને શિક્ષકોનું વિશેષ મતદાર મંડળ રાજ્ય વિધાનપરિષદનાં સભ્યોને ચૂંટે છે.




