Get The App

એંસી વર્ષના શિખે જમીન પર 600 ફીટની ઊંચાઈએ વિંગ વોક કર્યું

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
એંસી વર્ષના શિખે જમીન પર 600 ફીટની ઊંચાઈએ વિંગ વોક કર્યું 1 - image


- અરવિંદર સિંહ બહલે સાબિત કર્યું કે વય માત્ર આંકડો છે

- કાનમાં બહેરાશને કારણે સૈન્ય કારકિર્દી પડતી મુકનાર બહલે યુવાનોને શરમાવે તેવા સાહસો મોટી વયે કર્યા

નવી દિલ્હી: અવકાશમાં પ્રવાસ કરનાર પ્રથમ શિખ અરવિંદર સિંહ બહલે એક વિન્ટેજ વિમાન ઉપર ઈંગ્લિશ કન્ટ્રીસાઈડ ઉપર ૬૦૦ ફીટ ઊંચે વિંગ વોકિંગ કરીને પોતાના અભૂતપૂર્વ જીવનમાં વધુ એક અસાધારણ  સિદ્ધિ હાંસલ કરી છે. વૃદ્ધત્વ બાબતે પરંપરાગત વિચારોને પડાકરીને આ જલંધરમાં જન્મેલા સાહસિક પોતાનાથી અડધી વયના લોકોને પડકારે તેવા સાહસો કરતા રહે છે. 

નેશનલ ડિફેન્સ એકડમીના ભૂતપૂર્વ કેડેટ રહેલા બહલની સૈન્ય કારકિર્દીનું સ્વપ્ન ત્યારે તૂટી ગયું જ્યારે ૧૭ વર્ષની વયે તેને જમણા કાનમાં બહેરાશને કારણે કાઢી મુકવામાં આવ્યો. પણ નિષ્ફળતાને પોતાની ઓળખ બનાવવાની બદલે તેણે ડાર્જલિંગમાં ચાના બગીચામાં કામ કર્યું અને પછી ૧૯૭૫માં અમેરિકા સ્થળાંતર કર્યું જ્યાં તેણે બોસ્ટનમાં એક સફળ કારોબાર શરૂ કર્યો.

પોતાની સમગ્ર સફર દરમ્યાન ઉડાન પ્રત્યે તેનો પ્રેમ યથાવત રહ્યો. આગ્રામાં ગ્લાઈડર પાયલટનું લાયસન્સ મેળવવાથી લઈને અમેરિકામાં હેલિકોપ્ટર પાયલટ લાયસન્સ હાંસલ કરવા સુધી તેણે સતત અવકાશનો પીછો કર્યો. તેની સૌથી નવી સિદ્ધિ અંગ્રેજી કન્ટ્રીસાઈડમાં જમીન પર ૬૦૦ ફીટ ઊંચે ઊડાન કરતા વિન્ટેજ વિમાન પર ઊભા રહેવાની હતી. જોરદાર પવન સામે પોતાની પાઘડી સંભાળીને બહલે ભય અને થાક બંનેને પરાસ્ત કર્યા.

વિશ્વના દરેક દેશની મુલાકાત લેનાર અને અનેક પ્રવાસ પુસ્તકો લખનાર બહલ માને છે કે સાહસને કોઈ વય મર્યાદા નથી નડતી. ૮૦માં શૂન્યનું કોઈ મૂલ્ય નથી તેવી પોતાના પૌત્રની ટિપ્પણીથી પ્રેરાઈને બહલ જીવનમાં હજી પણ અસાધારણ અનુભવો માટે આતુર છે.