Get The App

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં પીગળેલું સ્ટીલ પડતાં આઠ કર્મીઓનાં મોત

Updated: Jun 9th, 2026

GS TEAM

Google News
Google News
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં પીગળેલું સ્ટીલ પડતાં આઠ કર્મીઓનાં મોત 1 - image

- મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ

- પીગળેલુ સ્ટીલ લીક થવાથી સીસીડી યુનિટમાં આગ પણ લાગી હતી, શ્રમિકો પર પડેલા સ્ટીલેનું તાપમાન 1600 ડિગ્રી સેલ્સિયસ હતું

વિશાખાપટ્ટનમ : આંધ્ર પ્રદેશનાં વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં સોમવારે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટના હીટ યુનિટમાં બની હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર એક મોટી ક્રેનમાં  પીગળેલું સ્ટીલ એક લેડલથી નીચે આવ્યું હતું.  

આ પીગાળેલુ સ્ટીલ મોટા પ્રમાણમાં લીક થયું હતું. આ દુર્ઘટનામાં આઠ કર્મચારીઓનાં મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે. દુર્ઘટના પછી સીસીડી યુનિટમાં ભીષણ આગ લાગી હતી.

ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડનાં કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસનાં જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા વધી શકે છે. મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ કર્મચારીઓનાં મોત પર દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે તમામ વિભાગોને પરસ્પર તાલમેલની સાથે કામ કરી જરૂરી સહાયતા પ્રદાન કરવાનાં નિર્દેશ આપ્યા છે. 

પોલીસના જણાવ્યા અનુસાર ડોલમાં રાખેલ પીગળેલુ સ્ટીલ ક્રેનથી ઉપર લઇ જવામાં આવી રહ્યું હતું. ત્યારે જ તે શ્રમિકો પર પડયું હતું. પોલીસે જણાવ્યું હતું કે પીગળેલું સ્ટીલ ખૂબ જ ગરમ હતું અને તેનું તાપમાન ૧૬૦૦ ડિગ્રી સેલ્સિયસ હતું.