India

વિવાદો વચ્ચે CEC જ્ઞાનેશ કુમારની અધ્યક્ષતામાં મોટી બેઠક, ચૂંટણી પંચનું નિવેદન-'ફોર્મ 6નો વિવાદ કોઈ મોટો મુદ્દો નથી'

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને અન્ય 2 કમિશનરોની બેઠક 26 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાઈ. જેમાં ફોર્મ-6 વિવાદને મુખ્ય મુદ્દો ન ગણતા સુપ્રીમ કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. ECIએ નવી ગાઇડલાઇન્સ જાહેર કરી, જેમાં BLO ઘરે જઈ દસ્તાવેજ લેશે અને DEO હેલ્પ ડેસ્ક લગાવશે. ECINET સમીક્ષા અને અધિકારીઓના APAR રિપોર્ટ સમયસર પૂર્ણ કરવા જેવા નિર્ણયો લેવાયા. નવા મતદારો માટે વિશેષ અભિયાન શરૂ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિવાદો વચ્ચે CEC જ્ઞાનેશ કુમારની અધ્યક્ષતામાં મોટી બેઠક, ચૂંટણી પંચનું નિવેદન-'ફોર્મ 6નો વિવાદ કોઈ મોટો મુદ્દો નથી'

Election Commission of India on SIR: દેશના મુખ્ય ચૂંટણી કમિશનર(CEC) જ્ઞાનેશ કુમારને લઈને ચાલી રહેલા તમામ વિવાદો વચ્ચે ચૂંટણી પંચે આજે 26 સપ્ટેમ્બર, 2026 એક મોટી બેઠક યોજી છે. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં પંચના ત્રણેય ચૂંટણી કમિશનર એટલે કે મુખ્ય ચૂંટણી કમિશનર(CEC) જ્ઞાનેશ કુમાર, ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી સામેલ રહ્યા. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે ફોર્મ 6ને લઈને જે વિવાદ છે, વાસ્તવમાં તે કોઈ મુખ્ય મુદ્દો છે જ નહીં. સુપ્રીમ કોર્ટે પણ ફોર્મ-6ના ડિક્લેરેશનને યોગ્ય માન્યું છે.

પંચના સર્વસંમતિથી લેવાયેલા નિર્ણયો અને નવી માર્ગદર્શિકાઓ

પંચ તરફથી એ પણ જણાવવામાં આવ્યું કે કેબિનેટ સેક્રેટરીને જે પત્ર લખવામાં આવ્યો હતો, તેને ચૂંટણી પંચના નીતિગત નિર્ણય સાથે કોઈ લેવાદેવા ન હતા. ચૂંટણી પંચ(ECI) તરફથી શનિવારે (26 સપ્ટેમ્બર, 2026) જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન મુજબ, બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનરની સાથે અન્ય બંને ચૂંટણી કમિશનરોએ સહમતિ સાથે અનેક નિર્ણયો લીધા છે.

  • SIRમાં નોટિસ મેળવનાર લોકોના ઘરે BLO દસ્તાવેજ લેવા જશે, સુનાવણી સામાન્ય રીતે જરૂરી નહીં હોય.
  • DEO જરૂરિયાત મુજબ રૈન બસેરા (રાત્રિ આશ્રયસ્થાનો), મજૂરો, ગરીબો અને બેઘર લોકો માટે હેલ્પ ડેસ્ક લગાવશે.
  • SIRમાં ફોર્મ-6 સાથે ઘોષણા-પત્રની વ્યવસ્થા સુપ્રીમ કોર્ટ દ્વારા યથાવત્ રહી.
  • ECINETની સમીક્ષા વરિષ્ઠ DEC અને સ્વતંત્ર IIT/IIM વિશેષજ્ઞની સમિતિ કરશે.
  • દિલ્હીમાં દાવા-વાંધાઓની અંતિમ તારીખ 30 ઑક્ટોબર અને મહારાષ્ટ્રમાં 12 ઑક્ટોબર થઈ.
  • પંચની તમામ બેઠકોમાં એજન્ડા પહેલા મોકલવામાં આવશે અને બેઠકની કાર્યવાહી જારી થશે.
  • તમામ અધિકારીઓની APAR રિપોર્ટ દર વર્ષે નિર્ધારિત સમય 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે.
  • અધિકારીઓની વિદેશ યાત્રાઓ માટે હવે ચૂંટણી પંચની મંજૂરી આવશ્યક રહેશે.
  • કમિશનરો તરફથી અધિકારીઓને જાહેર તમામ નિર્દેશોનું કડકાઈથી પાલન સુનિશ્ચિત કરવામાં આવશે.

SIRમાં નવા મતદારો માટે અપડેશનની સુવિધા

બીજા નિર્ણયમાં કહેવામાં આવ્યું, 'SIRની પ્રક્રિયા બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત દેશના 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પહેલાથી જ પૂર્ણ થઈ ચૂકી છે. જો SIR દરમિયાન અથવા તે પછી મતદાર યાદીમાં જે લોકોના નામ છૂટી ગયા છે, તેની સાથે યુવા અથવા પ્રથમ વખત મત આપનાર લોકો પણ, પોતાના નામને મતદાર યાદીમાં સામેલ કરાવવા માટે સતત અપડેશન હેઠળ સંબંધિત ERO પાસે આવેદન આપી શકે છે.'

છૂટી ગયેલા અને નવા મતદારો માટે વિશેષ અભિયાન શરૂ થશે

પંચે કહ્યું, 'મુખ્ય ચૂંટણી અધિકારીઓ(CEOs)ને આ પ્રક્રિયા માટે સુવિધા આપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. SIR પૂર્ણ થયા પછી CEOs, DEOs અને EROs છૂટી ગયેલા અને નવા મતદારોના નામ જોડવા માટે તરત જ વિશેષ અભિયાન શરૂ કરશે.'