India

ચૂંટણી પંચને SIR કરવાનો અધિકાર જ નથી: મતદાર યાદી મામલે લોકસભામાં 'સંગ્રામ'

By GS TEAM
9 Dec 20252 mins read
TukuTouch Logo
સંસદના શિયાળું સત્ર દરમિયાન મંગળવારે (9 ડિસેમ્બર) લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા થઈ રહી છે. ચર્ચામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)થી લઈને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન(EVM)ની વિશ્વસનીયતાથી લઈને રાજકીય પાર્ટીને મળતા ફંડ પર વાત થઈ રહી છે. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં આ ચર્ચાની શરુઆત કરી હતી. ચર્ચાની શરુઆત પહેલાં સ્પીકર ઓમ બિરલાએ તેને સંવેદનશીલ ચર્ચા જણાવીને તમામ સભ્યોને આરોપ-પ્રત્યારોપથી બચીને ચૂંટણી સુધારા પર કેન્દ્રિત રહેવા માટે નિવેદન આપ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી પંચને SIR કરવાનો અધિકાર જ નથી: મતદાર યાદી મામલે લોકસભામાં 'સંગ્રામ'

Image: IANS



SIR: સંસદના શિયાળું સત્ર દરમિયાન મંગળવારે (9 ડિસેમ્બર) લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા થઈ રહી છે. ચર્ચામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)થી લઈને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન(EVM)ની વિશ્વસનીયતાથી લઈને રાજકીય પાર્ટીને મળતા ફંડ પર વાત થઈ રહી છે. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં આ ચર્ચાની શરુઆત કરી હતી. ચર્ચાની શરુઆત પહેલાં સ્પીકર ઓમ બિરલાએ તેને સંવેદનશીલ ચર્ચા જણાવીને તમામ સભ્યોને આરોપ-પ્રત્યારોપથી બચીને ચૂંટણી સુધારા પર કેન્દ્રિત રહેવા માટે નિવેદન આપ્યું હતું. 

આ પણ વાંચોઃ ઈન્ડિગો સામે કાર્યવાહી કરીશું, નવી એરલાઈન્સ ભારત આવશે: લોકસભામાં સરકારની જાહેરાત

ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ

મનીષ તિવારીએ ચર્ચાની શરુઆતમાં કહ્યું કે, લોકતંત્રમાં મતદાર અને રાજકીય પાર્ટી મોટા ભાગીદાર છે. ચૂંટણી માટે એક ન્યૂટ્રલ અમ્પાયરની જરુર છે, જેને જોતા ચૂંટણી પંચ બનાવવામાં આવ્યું હતું. રાજીવ ગાંધીની સરકારે દેશમાં સૌથી મોટું ચૂંટણી સુધારનું કામ કર્યું હતું. તેમણે 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને મતદાન અધિકાર આપ્યો. પરંતુ, આજે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. 

આ પણ વાંચોઃ ક્યારે લાગુ થશે આઠમું પગાર પંચ? કોને કોને મળશે લાભ? સરકારે સંસદમાં આપ્યો જવાબ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી સુધારાની પ્રાથમિક જરુરિયાત 2023ના કાયદામાં સુધારો કરવાની છે. તિવારીએ માંગ કરી કે, આમાં બે અન્ય સભ્યોને જોડવામાં આવે. ચૂંટણી પંચની નિયુક્તિની કમિટીમાં સરકાર અને વિપક્ષના બે-બે લોકો હોવા જોઈએ. આ સિવાય તેમાં CJIનો પણ સમાવેશ કરવો જોઈએ. 

ચૂંટણી પંચ પાસે કાયદાકીય રીતે SIR કરાવવાનો કોઈ અધિકાર નથીઃ મનીષ તિવારી

SIRનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસ સાંસદે કહ્યું કે, અનેક પ્રદેશોમાં SIR થઈ રહ્યું છે. ચૂંટણી પંચ પાસે કાયદાકીય રીતે SIR કરાવવાનો કોઈ અધિકાર નથી. પંચનું કહેવું છે કે, સેક્શન 21 હેઠળ તેમને આ અધિકાર મળે છે. બાદમાં મનીષ તિવારીએ આખા સેક્શનને વાંચ્યું અને કહ્યું કે, ન તો બંધારણમાં અને ન તો કાયદામાં SIRની કોઈ જોગવાઈ છે. ચૂંટણી પંચને એક હથિયાર તરીકે SIR આપવામાં આવ્યું હતું. જો મતદાર યાદીમાં કોઈ વિસંગતતા હોય, તો લેખિત કારણો આપ્યા પછી જ તેને સુધારવા માટે SIR કરી શકાય છે. સરકારે દરેક મતવિસ્તારમાં વિસંગતતાઓની વિગતો અને SIR શા માટે જરુરી છે તે ગૃહ સમક્ષ રજૂ કરવું જોઈએ.