સરળ માર્ગ અથવા કઠોર માર્ગ : શાંતિ મંત્રણા સ્થગિત થતાં ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું : ઇરાન યુદ્ધ અંગે ટૂંકમાં નિર્ણય લેવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : અમેરિકા ઇરાન શાંતિ મંત્રણા સ્થગિત થઇ જતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઇરાન-યુદ્ધ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે, અને તે નિર્ણય ઘણો મહત્ત્વનો બની રહેશે. આ સાથે તેઓએ ચેતવણી ઉચ્ચારી હતી કે ઇરાને સરળ માર્ગ કે કઠોર માર્ગ બેમાંથી એક પસંદ કરવાનો રહેશે.
ઓહાયો જતાં વ્હાઇટ હાઉસમાંથી નીકળતાં ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને આ પ્રમાણે જણાવ્યું હતું નવેમ્બરમાં યોજાનારાં મિડ ટર્મ ઇલેકશનમાં ઊભા રહેવા તેમના પક્ષ રીપબ્લિકન પાર્ટીના ઉમેદવારના પ્રચાર માટે ટ્રમ્પ ઓહાયો જવા નીકળ્યા તે પૂર્વે તેઓેએ પત્રકારોને આ પ્રમાણે જણાવ્યું હતું.
તેઓએ કહ્યું : આપણે ઇરાન અંગે નિર્ણય લેવાનો છે તેને તેટલું જ કહેવાનું છે કે તમારે સરળ માર્ગ અપનાવવો છે કે કઠોર માર્ગ અપનાવવો છે ?
જો કે ટ્રમ્પે ઇરાન અંગે શી યોજના ઘડી છે તે વિષે કશું કહ્યું ન હતું. તેઓએ તે સ્પષ્ટતા કરી હતી કે ઇરાને પરમાણુ શસ્ત્રો બનાવવાની તેની યોજના પડતી મુકી છે.
દરમિયાન પ્રમુખ ટ્રમ્પે આ પૂર્વે કેમ્પ ડેવિડ સૈન્ય મથકે મહત્ત્વની બેઠક યોજી હતી. જેમાં તેઓના વિદેશ મંત્રી સંરક્ષણ મંત્રી અને રાષ્ટ્રીય સલામતી સલાહકાર તથા ઉપપ્રમુખ જે.ડી.વાન્સ ઉપસ્થિત રહ્યા હતા. તે બેઠક દરમિયાન શી ચર્ચા થઇ હતી, તેની વિગતો તો મળી શક્તી નથી, પરંતુ ઇરાન તેમજ સઉદી હુથી સંઘર્ષ ઉપર ચર્ચા થઇ હોવાનું જાણકારો સ્પષ્ટ અનુમાન બાંધે છે.
દરમિયાન તહેરાનથી મળતા અહેવાલો જણાવે છે કે ઇરાન પણ અમેરિકાના સંભવિત હુમલા સામે તૈનાત થઇ રહ્યું છે. તેના કમાન્ડરોએ અમેરિકાની સંભવિત લશ્કરી કાર્યવાહી તેમજ જો યુદ્ધ ફરી શરૂ થાય તો તેનો તેટલો જ કઠોર જવાબ કઇ રીતે આપવો તેની સમીક્ષા હાથ ધરી હતી.




