દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ, લોકો ઘર બહાર દોડી આવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi NCR Earthquake : દિલ્હી અને તેની આસપાસના સમગ્ર NCR વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વિવિધ વિસ્તારોમાં થોડી ક્ષણો માટે ધરતી ધ્રૂજતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને સાવચેતીના ભાગરૂપે લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી ખુલ્લી જગ્યામાં દોડી આવ્યા હતા.
ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ
પ્રાથમિક અહેવાલો અનુસાર, ઉત્તરાખંડમાં રાત્રે આશરે 10:25 વાગ્યે 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના પગલે દિલ્હી-NCR સુધી તેની અસર જોવા મળી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તરાખંડના ખદુન લગા ગવાલીથી આશરે 22 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે.
ભૂકંપની ઊંડાઈ અંગેની સચોટ માહિતી હજુ સુધી ઉપલબ્ધ થઈ શકી નથી. રાહતની વાત એ છે કે આ આંચકાને કારણે હાલ કોઈ જાનમાલના નુકસાન કે જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.




