India

હૈદરાબાદમાં નવરાત્રિના ગરબામાં દુર્ઘટના, લાઈટિંગ-લિફ્ટિંગ સ્ટ્રક્ચર ધસી પડતાં વિદ્યાર્થિનીનું મોત, બહેનની હાલત ગંભીર

By GS Team
18 Oct 20261 min read
TukuTouch Logo
હૈદરાબાદના નાદરગુલ સ્થિત MVSR એન્જિનિયરિંગ કોલેજમાં નવરાત્રિના ગરબા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. ડાંડિયા નાઈટમાં લાઈટિંગ સ્ટ્રક્ચર ધરાશાયી થતા EEEના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની સોના નારાયણ દાસનું મોત થયું છે. સોનાની બહેન મીના ગંભીર રીતે ઘાયલ છે, જેની સારવાર પ્રત્યુષા હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટનામાં અન્ય વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હૈદરાબાદમાં નવરાત્રિના ગરબામાં દુર્ઘટના, લાઈટિંગ-લિફ્ટિંગ સ્ટ્રક્ચર ધસી પડતાં વિદ્યાર્થિનીનું મોત, બહેનની હાલત ગંભીર

Nadergul Dandiya Accident: પશ્ચિમ બંગાળ બાદ હવે તેલંગાણાના હૈદરાબાદમાં નાદરગુલ સ્થિત MVSR એન્જિનિયરિંગ કોલેજમાં નવરાત્રિના ગરબામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. જ્યારે અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. મૃતક વિદ્યાર્થીનીની ઓળખ સોના નારાયણ દાસ તરીકે થઈ છે. તે કોલેજમાં ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ (EEE) ના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની હતી.

આ દુર્ઘટનામાં સોનાની બહેન મીના નારાયણ દાસ પણ ઘાયલ થઈ છે. તેની હાલત પણ ગંભીર હોવાની માહિતી મળી રહી છે. મીનાની નાદરગુલ પાસે સ્થિત પ્રત્યુષા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ડાંડિયા નાઈટ દરમિયાન સર્જાઈ દુર્ઘટના

પ્રાપ્ત માહિતી પ્રમાણે શનિવારે કોલેજમાં ડાંડિયા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ લાઈટિંગ અથવા લિફ્ટિંગ માટે લગાવવામાં આવેલું એક સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું હતું. દુર્ઘટનામાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. સોનાને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો. જ્યારે તેની બહેન મીનાની હાલત ગંભીર છે.

દુર્ઘટના બાદ ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મીના નારાયણ દાસની પ્રત્યુષા હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. હાલમાં દુર્ઘટના સાથે જોડાયેલી વધુ માહિતી સામે નથી આવી. તે પણ સ્પષ્ટ નથી કે સ્ટ્રક્ચર કયા કારણોસર પડ્યું અને દુર્ઘટનાના સમયે ત્યાં કેટલા વિદ્યાર્થીઓ હાજર હતા. ઘટના સાથે જોડાયેલી વિગતવાર માહિતી હજુ સુધી સામે નથી આવી.