ઇરાન પર હુમલા બંધ કરવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો આદેશ યુદ્ધ ચાલુ રહે તો સહયોગી દેશોને પણ ક્ષતિ પહોંચે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી: ઇરાન-અમેરિકા યુદ્ધ થંભી ગયું છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પહેલાં તો પ્રચંડ હુમલા કરવાની ધમકી ઉચ્ચારી હતી. ન્યુયોર્ક ટાઈમ્સનો રીપોર્ટ જણાવે છે કે શુક્રવારે ટોચના સલાહકારો અને કેબિનેટ સભ્યોની બેઠક પછી ટ્રમ્પે સેનાને નવા હુમલા નહીં કરવા આદેશ આપ્યો હતો. છેલ્લા કેટલાયે દિવસોથી વ્હાઈટ હાઉસમાં ઇરાન-યુદ્ધ વિષે ચર્ચા ચાલી રહી છે. તેમાં હવાઈ હુમલા તેમજ નવી રણનીતિઓ વિષે પણ વિચારણા થઈ રહી છે.
તે દરમિયાન સૈન્ય અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું હતું કે યુદ્ધ ચાલુ રહે તો મિસાઈલ ક્ષમતા ઉપર પણ દબાણ વધી શકે તેમ છે. પેટ્રીયટ અને અન્ય ઇન્ટરસેપ્ટર મિસાઈલ્સ ઝડપભેર ખતમ થઈ રહ્યાં છે. જે ઇરાની મિસાઈલ્સ તથા ડ્રોન હુમલા રોકવા માટે અનિવાર્ય છે.
રીપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકી સેનાએ ખૂબ જ મોટા પ્રમાણમાં હવાઈ સંરક્ષણ અને નિશ્ચિત નિશાન સાધવામાં શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે.
ડીફેન્સ-એક્સપર્ટનું કહેવું છે કે આ શસ્ત્રોનો ઉપયોગ તેની ઉત્પાદન ક્ષમતા કરતાં ઘણો વધુ છે. જો યુદ્ધ ચાલુ જ રહે તો અમેરિકાને તેનો શસ્ત્ર-ભંડાર ભરવા માટે વર્ષો લાગી જાય તેમ છે. પેન્ટાગોને પણ શસ્ત્ર સરંજામ ખૂબ જ જાળવીને વાપરવા ઉપર જોર મુક્યું હતું. પેન્ટાગોન અધિકારીઓ ઉપરાંત ઉપપ્રમુખ જે ડી વાન્સે પણ યુદ્ધ અટકાવી દેવું તે જ અત્યારે અમેરીકાના હિતમાં છે. તેવી સ્પષ્ટ વાત પ્રમુખ ટ્રમ્પને કરી દીધી હતી.
આ ઉપરાંત યુદ્ધની ક્ષેત્રીય અસરને ધ્યાનમાં લેવા ઉપર પણ વાન્સ તથા કેબિનેટના ઉચ્ચ અધિકારીઓએ તે હકીકત પ્રત્યે ધ્યાન દોર્યું હતું કે, ઇરાન પર થયેલા હુમલાની ઇરાન જવાબી કાર્યવાહી તેજ કરતું રહ્યું છે. ખાડી ક્ષેત્રના અમેરિકાના સાથી દેશોને પણ સહન કરવું પડયું છે. ઇરાનના તેમની ઉપર પણ હુમલા વધી જાય છે. તેનાથી પુષ્ટિ પામેલા હુથીઓએ સમુદ્રીય વ્યાપારી જળમાર્ગ અસલામત બનાવતાં વ્યાપારી જહાજો મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ જતાં તે માર્ગથી વ્યાપાર લગભગ ઠપ છે. તેઓએ તેલવાહક જહાજો પણ નિશાન બનતાં ઊર્જા આપૂર્તિ વૈશ્વિક તેલ બજાર અને ક્ષેત્રિય સ્થિરતા ઉપર પણ ગંભીર અસર પડી રહી છે. આ બધાં કારણોસર ટ્રમ્પે હાલ તુરત તો હુમલા બંધ રાખવા નિર્ણય કર્યો છે.









