India

ડીકે શિવકુમાર બન્યા કર્ણાટકના CM, પણ 'પાવર સેન્ટર' તો હજુ પણ સિદ્ધારમૈયાના હાથમાં!

By GS Team
4 Jun 20262 mins read
TukuTouch Logo
3 વર્ષની લાંબી રાહ જોયા બાદ ડી.કે.શિવકુમાર કર્ણાટકના મુખ્યમંત્રી બની ગયા છે, પરંતુ રાજ્યના મહત્વના નિર્ણયો જોતા લાગે છે કે, હાઈકમાન્ડે તેમને સત્તા સોંપી હોવા છતાં નિયંત્રણ પોતાની પાસે રાખ્યું છે. સીએમ પદ છોડ્યા પછી પણ કોંગ્રેસના નિર્ણયો પર સિદ્ધારમૈયાનો પ્રભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જોકે સત્તાવાર રીતે તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હોવાનું કહેવાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડીકે શિવકુમાર બન્યા કર્ણાટકના CM, પણ 'પાવર સેન્ટર' તો હજુ પણ સિદ્ધારમૈયાના હાથમાં!

Karnataka Political News : 3 વર્ષની લાંબી રાહ જોયા બાદ ડી.કે.શિવકુમાર કર્ણાટકના મુખ્યમંત્રી બની ગયા છે, પરંતુ રાજ્યના મહત્વના નિર્ણયો જોતા લાગે છે કે, હાઈકમાન્ડે તેમને સત્તા સોંપી હોવા છતાં નિયંત્રણ પોતાની પાસે રાખ્યું છે. સીએમ પદ છોડ્યા પછી પણ કોંગ્રેસના નિર્ણયો પર સિદ્ધારમૈયાનો પ્રભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જોકે સત્તાવાર રીતે તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હોવાનું કહેવાય છે.

શિવકુમારન નહીં, સિદ્ધારમૈયા-ખડગે-વેણુગોપાલની પસંદગીના ઉમેદવારો

ડી.કે.શિવકુમાર (CM DK Shivakumar)ના શપથ ગ્રહણ બાદ કોંગ્રેસે કર્ણાટક વિધાન પરિષદના 4 ઉમેદવારો અને નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી. આ 4 ઉમેદવારોમાંથી શિવન્ના માલવલ્લી પૂર્વ સીએમ સિદ્ધારમૈયા (Siddaramaiah)ની પસંદગીના છે, જ્યારે બાકીના ઉમેદવારો મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને કેસી વેણુગોપાલની પસંદગીના છે.

શિવકુમારના વિરોધીને પ્રદેશ પ્રમુખ પદ સોંપાયું

ડીકે શિવકુમારના વિરોધી ગણાતા 71 વર્ષના વરિષ્ઠ ઓબીસી નેતા બીકે હરિપ્રસાદને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હાઈકમાન્ડની નજીક ગણાતા હરિપ્રસાદને આ પદ અપાવવામાં સિદ્ધારમૈયા અને પ્રભારી રણદીપ સુરજેવાલાની મુખ્ય ભૂમિકા રહી છે. પદ સંભાળતાની સાથે જ હરિપ્રસાદે નિવેદન આપ્યું છે કે, ‘જો સત્તા જોઈએ તો ડીકે શિવકુમાર પાસે જાવ અને કોંગ્રેસને મજબૂત કરવી હોય તો મારી પાસે આવો.’

આ પણ વાંચો : અન્નામલાઈ બાદ ભાજપને લાગશે વધુ એક ઝટકો, કૅપ્ટન અમરિદંરની કોંગ્રેસમાં ઘરવાપસીના સંકેત!

શિવકુમાર ડેપ્યુટી સીએમ નહોતા ઈચ્છતા

શિવકુમાર પોતાની સરકારમાં કોઈ ડેપ્યુટી સીએમ નહોતા ઈચ્છતા. આમ છતાં સિદ્ધારમૈયાના દબાણ, વરિષ્ઠતા અને દલિત વોટબેંકને ધ્યાનમાં રાખીને દલિત નેતા જી.પરમેશ્વરને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જોકે, સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ માટે વિશેષ કમિટી બનાવવાની સિદ્ધારમૈયાની માંગને હાઈકમાન્ડે ફગાવી દેતા શિવકુમારને થોડી રાહત મળી છે.

સિદ્ધારમૈયા જૂથને સાચવવાનો પ્રયાસ

કોંગ્રેસ નેતૃત્વએ નેતૃત્વ પરિવર્તન દરમિયાન સિદ્ધારમૈયાના સમર્થકોમાં નારાજગી ન ફેલાય તેનું પૂરતું ધ્યાન રાખ્યું છે. સિદ્ધારમૈયાને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)માં સ્થાન અપાયું છે અને રાજ્યની રાજકારણમાં સક્રિય રહેવા માટે તેમના પુત્ર યતીન્દ્રને શિવકુમાર સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.

બેકફૂટ પર રમી રહ્યા છે શિવકુમાર

પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઈકમાન્ડ શિવકુમારની છબી 'સુપર સીએમ' જેવી બનવા દેવા નથી માંગતી. બીજી તરફ શિવકુમારનું આગામી લક્ષ્ય ફરીથી ચૂંટણી જીતવાનું હોવાથી તેમણે હાલ નરમ વલણ અપનાવ્યું છે. તેઓ અત્યારે ભલે બેકફૂટ પર રમી રહ્યા હોય, પરંતુ આગામી સમયમાં આક્રમક બેટિંગ કરી શકે છે.

આ પણ વાંચો : મમતા બેનરજી સામે FIR દાખલ, કેન્દ્રીય ગૃહમંત્રી શાહ સામે લગાવ્યો હતો ગંભીર આરોપ