India

તહેવારો પહેલાં મજૂરોને દિવાળી મોંઘવારી ભથ્થાંમાં વધારો કરાયો

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે નવી દિલ્હીથી લાખો કામદારો માટે સારા સમાચાર આપ્યા છે. કૃષિ, કન્સ્ટ્રક્શન અને મેઇન્ટેનન્સ ક્ષેત્રના શ્રમિકોના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે. 1 ઓક્ટોબર, 2026થી અમલી આ નિર્ણયથી અનસ્કિલ્ડ કામદારોને પ્રતિદિન ₹537 અને સ્કિલ્ડ કામદારોને ₹705 મળશે. કન્સ્ટ્રક્શનમાં અનસ્કિલ્ડને ₹840 અને સ્કિલ્ડને ₹1,111 દૈનિક વેતન મળશે, જે મોંઘવારી ઘટાડવામાં મદદરૂપ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

તહેવારો પહેલાં મજૂરોને દિવાળી  મોંઘવારી ભથ્થાંમાં વધારો કરાયો
  • કન્સ્ટ્રક્શન, કૃષિ અને ઉત્પાદન ક્ષેત્રના કામદારોને કેન્દ્રની ભેટ
  • કૃષિ ક્ષેત્રમાં અનસ્કિલ્ડ વર્કરને પ્રતિ દિન ૫૩૭ રૂપિયા અને સ્કિલ્ડ વર્કરને પ્રતિ દિન ૭૦૫ રૂપિયાનો રોજ મળશે
  • કન્સ્ટ્રકશન- મેઇન્ટેનન્સ વર્કરમાં અનસ્કિલ્ડને પ્રતિ દિન રૂ. ૮૪૦ અને અનસ્કિલ્ડ વર્કરને રૂ. ૧,૧૧૧ મળશે

નવી દિલ્હી : લાખો કામદારો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે એગ્રીકલ્ચર, કન્સ્ટ્રકશન્સ એન્ડ મેઇન્ટેનન્સની સાથે રોડ તથા બિલ્ડિંગ્સના કામોમાં લાગેલા શ્રમિકો માટેના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ ફેરફાર પહેલી ઓક્ટોબર ૨૦૨૬થી અમલી બન્યો છે. મોંઘવારી મુજબ ભથ્થાં વધવાથી જુદી-જુદી કેટેગરીમાં શ્રમિકોનો લઘુત્તમ વેતનદર વધી ગયો છે.
શ્રમિકોના વેતનદરમાં આ વધારો કામદારના કૌશલ્ય અને કામના સેક્ટર એટલે કે એ,બી અને સી જેવા જુદાં-જુદાં ક્ષેત્રો મુજબ જુદો-જુદો છે. એગ્રી સેક્ટરમાં એરીયા એના અનસ્કિલ્ડ વર્કર્સને હવે પ્રતિદિન ઓછામાં ઓછા ૫૩૭ રૂપિયા મળશે. તેમા ૩૩૩ રુપિયા મૂળભૂત વેતન અને ૨૦૪ રૂપિયા મોંઘવારી ભથ્થું સામેલ છે. આ સેક્ટરમાં સ્કિલ્ડ વર્કર્સનો લઘુત્તમ વેતન દર પ્રતિ દિન રુ. ૭૦૫ નક્કી કરાયો છે. એરીયા-બીમાં અનસ્કિલ્ડ વર્કર્સને પ્રતિ દિન કમસેકમ ૪૯૧ રૂપિયા અને એરિયા-સીમાં રુ. ૪૮૬ મળશે.
કન્સ્ટ્રકશન અને મેઇન્ટેનન્સમાં કામ કરનારા વર્કરો માટે પણ મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું છે. તેમા રોડ, રનવે બિલ્ડિંગ, ઇલેક્ટ્રિસિટી એન્ડ કમ્યુનિકેશન્સના અંડરગ્રાઉન્ડ કેબલ પાનીની પાઇપલાઇન અને સીવર લાઇન સાથે જોડાયેલા કામ સામેલ છે. એરીયા-એમાં અનસ્કિલ્ડ કન્સ્ટ્રકશન વર્કરોની લઘુત્તમ મજૂરી કે વેતનદર પ્રતિ દિન ૮૪૦ રૂપિયા હશે. જ્યારે સ્કીલ્ડ વર્કરને પ્રતિ દિન રુ. ૧,૧૧૧ મળશે.
એરીયા-બીમાં કન્સ્ટ્રકશન સેક્ટરના અનસ્કિલ્ડ વર્કરને પ્રતિ દિન રૂ. ૭૦૪ અને સ્કિલ્ડ વર્કર્સને પ્રતિ દિન રુ. ૧,૦૨૪ મળશે. એરીયા-સીમાં બંને કેટેગરીના વર્કરને ક્રમશઃ રુ. ૫૬૫ અને રુ. ૯૩૩ મળશે. આ પ્રકારે સેમી સ્કિલ્ડ એન્ડ સ્કિલ્ડ વર્કર્સનો વેતનદર પણ સ્કિલ અને સેકટર મુજબ વધારવામાં આવ્યો છે.
મોંઘવારી ભથ્થું વેતનનો તે હિસ્સો છે, જે મોંઘવારી મુજબ વધારવામાં આવે છે. તેનો હેતુ વધતા જતાં રોજિંદા ખર્ચને ઘટાડવાનો છે. સરકાર તેને ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈ-આઇડબલ્યુના આધારે રિવાઇઝ કરે છે. આ વખતે તેને ૪૨૪.૮૦થી વધારીને ૪૩૧.૪૨ કરવામાં આવ્યો છે.