India

મમતા અને ઉદ્ધવના 26 બળવાખોર સાંસદો પર લટકતી તલવાર, સભ્યપદ રદ થશે કે બચશે ખુરશી?

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
લોકસભા સ્પીકર ઓમ બિરલા પશ્ચિમ બંગાળના 20 TMC અને મહારાષ્ટ્રના 6 શિવસેના (UBT)ના બળવાખોર સાંસદોની ગેરલાયકાત અંગે ઐતિહાસિક નિર્ણય લેશે. આ સાંસદોએ પક્ષપલટો કરીને NDAમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ નિર્ણય મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરેના રાજકીય ભવિષ્યને અસર કરશે. ચોમાસુ સત્ર પહેલા રાજકારણમાં ભૂકંપ આવવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મમતા અને ઉદ્ધવના 26 બળવાખોર સાંસદો પર લટકતી તલવાર, સભ્યપદ રદ થશે કે બચશે ખુરશી?

Rebel MPs Disqualification Decision : સંસદના ચોમાસુ સત્ર (Monsoon Session) પહેલા દેશના રાજકારણમાં મોટો ભૂકંપ આવવાની શક્યતા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા આગામી થોડા દિવસોમાં એક ઐતિહાસિક નિર્ણય સંભળાવી શકે છે. આ નિર્ણય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને મહારાષ્ટ્રના નેતા ઉદ્ધવ ઠાકરેનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને શિવસેના (UBT)ના બળવાખોર સાંસદો પર ગેરલાયક ઠરવાની તલવાર લટકી રહી છે. મમતાની પાર્ટીના 20 અને ઉદ્ધવની પાર્ટીના 6 સાંસદો બળવાખોર બન્યા છે, જેમની સદસ્યતા અંગે સ્પીકર ઓમ બિરલા અંતિમ નિર્ણય લેશે.

મમતા બેનર્જીના 20 સાંસદોએ કેમ બદલ્યો પક્ષ?

મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસને બહુ મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના 20 સાંસદોએ બળવાનો રસ્તો પસંદ કરીને નવી પાર્ટી 'નેશનલ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા' (NCPI)નો હાથ પકડ્યો છે, જેનું હેડક્વાર્ટર હાવડામાં છે. આ બળવાખોર સાંસદોએ લોકસભામાં પોતાના માટે અલગ બેઠક વ્યવસ્થાની માંગ કરી છે, અને નરેન્દ્ર મોદી સરકાર પ્રત્યે વફાદારી જાહેર કરીને એનડીએ (NDA)માં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીમાં TMCની ટિકિટ પર કુલ 29 સાંસદો જીત્યા હતા, જેમાંથી એક સાંસદનું અવસાન થતાં સીટ ખાલી છે. હવે 20 સાંસદો અલગ થતાં મમતાની પાર્ટી સંસદમાં નબળી પડી જશે. અભિષેક બેનર્જીએ આ તમામ સામે પિટિશન દાખલ કરીને તેમને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી છે.

ઉદ્ધવ ઠાકરેના 6 બળવાખોર સાંસદોનું શું થશે?

મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. શિવસેના (UBT)ની ટિકિટ પર ગયા વર્ષે જીતેલા 9 સાંસદોમાંથી 6 સાંસદોએ ઉદ્ધવનો સાથ છોડી દીધો છે, અને તેઓ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં સામેલ થઈ ગયા છે. ઉદ્ધવ જૂથે એન્ટી-ડિફેક્શન લો (પક્ષપલટા વિરોધી કાયદો) હેઠળ આ સાંસદોને અયોગ્ય ઠેરવવાની માંગ કરી છે, જ્યારે શિંદે જૂથનો દાવો છે કે, તેમની પાસે સંસદીય પાંખમાં બે-તૃતીયાંશ બહુમતી હોવાથી સદસ્યતા સુરક્ષિત છે.

સ્પીકર ઓમ બિરલાના કાનૂની અધિકાર અને બે-તૃતીયાંશનો નિયમ

બંધારણની 10મી અનુસૂચિ (એન્ટી-ડિફેક્શન લો) હેઠળ સ્પીકરનો નિર્ણય સર્વોપરી છે. બળવાખોર જૂથોની દલીલ છે કે, તેમની પાસે ગૃહની અંદર બે-તૃતીયાંશ સાંસદોનું સમર્થન છે, તેથી તેમનું જોડાણ કાયદેસર છે. જ્યારે મૂળ પાર્ટીઓનું કહેવું છે કે, માત્ર સંસદીય પાંખનું બહુમત પૂરતું નથી, પરંતુ સમગ્ર રાજકીય સંગઠનનો બે-તૃતીયાંશ હિસ્સો મર્જ થવો જોઈએ. કાયદાની આ જ વ્યાખ્યા પર સ્પીકરનો મોટો નિર્ણય ટકેલો છે.

ચોમાસુ સત્રમાં બેઠકોની નવી વ્યવસ્થા

લોકસભા સચિવાલય આગામી ચોમાસુ સત્ર માટે સંસદની અંદર નવી બેઠક વ્યવસ્થા (Seating Arrangement) તૈયાર કરી રહ્યું છે. બળવાખોર સાંસદોને વિપક્ષની બેન્ચમાંથી હટાવીને અલગ જગ્યા આપવામાં આવી શકે છે. આ સિવાય દક્ષિણ ભારતની મોટી પાર્ટી ડીએમકે (DMK)એ પણ કોંગ્રેસથી અલગ બેઠક વ્યવસ્થાની માંગ કરી છે, જે વિપક્ષી ગઠબંધન માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.