India

શું ખરેખર અરુણાચલ પ્રદેશમાં 60 KM સુધી અંદર ઘૂસી ગયું ચીન? ભારત સરકારે આપ્યો જવાબ

By GS Team
19 Aug 20263 mins read
TukuTouch Logo
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ અરુણાચલ પ્રદેશ સરહદ પર ચીની ઘૂસણખોરીના દાવાઓને ફગાવ્યા છે. તેમણે કહ્યું કે, ચીન 60 km અંદર આવ્યું હોવાના વીડિયો ખોટા છે. સરહદ પર સમસ્યા છે, પરંતુ ચીને કોઈ ભારતીય ગામ પર કબજો કર્યો નથી. સીમાંકન ન હોવાથી ચીન કેટલાક વિસ્તારો પર દાવો કરે છે. ભારતે સરહદ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે અને પેટ્રોલિંગ વધાર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શું ખરેખર અરુણાચલ પ્રદેશમાં 60 KM સુધી અંદર ઘૂસી ગયું ચીન? ભારત સરકારે આપ્યો જવાબ

Kiren Rijiju Dismisses Reports Of Chinese Incursion: અરુણાચલ પ્રદેશની સરહદ પર ચીની ઘૂસણખોરીના દાવાઓને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ ફગાવી દીધા છે. રિજિજૂએ કહ્યુ કે, જે લોકો કહે છે કે, ચીન 60 કિમી અંદર આવી ગયું છે, અને કેટલાક વીડિયો શેર કરે છે, તે ખોટા છે. રિજિજૂએ આ સાથેજ કહ્યું કે સીમા પર સમસ્યા છે. અરુણાચલ પ્રદેશના ગામોના કેટલાક લોકોએ સરહદ સમસ્યા વિશે ચિંતા વ્યક્ત કરી છે. આ ચિંતા વ્યાજબી છે.

કેટલીક જમીનો પર સીમાંકન ન હોવાથી તેમની નજર:રિજિજૂ

રિજિજૂએ કહ્યું, 'આ સ્થિતિનો અર્થ એ ન કાઢવો જોઈએ કે ચીને કોઈ ભારતીય ગામ પર કબ્જો કરી લીધો છે. તેમણે જણાવ્યું કે સીમાંકન ન થવાના કારણે ચીન કેટલાક વિસ્તારો પર પોતાનો દાવો કરે છે. તો, એવું નથી કે તેઓ (ચીન) આવ્યા અને આપણા ગામ પર કબ્જો કરી લીધો. એવું નથી. કેટલીક જમીનો પર તેમની નજર છે, કારણ કે ત્યાં સીમાંકન નથી થયું.'

કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી રિજિજૂએ કહ્યું, 'આપણી જમીન આગળ સુધી છે. ચીન તરફ વસેલા ગામોના લોકો, જેમાં તિબેટિયન અને સ્થાનિક લોકો શામેલ છે, જે દાવો કરે છે કે, તેમની જમીન અહીં ઘણી અંદર સુધી છે. એટલા માટે ભ્રમની સ્થિતિ છે. એવા જૂઠ બોલવા કે તેઓ 60 કિમી અંદર આવી ગયા છે. બાંગ્લાદેશ કે અન્ય જગ્યાઓની એવી તસવીરો પોસ્ટ કરવી, જેનો આ ઘટના સાથે કોઈ મતલબ નથી,ફક્ત એવો દાવો કરવા માટે કે, ચીની સેના અરુણાચલમાં 60 કિમી અંદર ઘૂસી ગઈ છે. એવી ખોટી માહિતી ફેલાવવાથી ત્યાં તૈનાત આપણી સેનાના જવાનો અને સુરક્ષા દળોનું મનોબળ તૂટે છે. દેશમાં ભ્રમ પેદા થાય છે, તે યોગ્ય નથી.'

ભારતે સીમા પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી: રિજિજૂ

રિજિજૂએ કહ્યું કે, 'ભારતે સીમા પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. સેના અને ભારત-તિબેટ સીમા પોલીસ (ITBP) એ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે.' રિજિજૂનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ભારત સરકારે અરુણાચલ પ્રદેશમાં 27 જગ્યાઓ અને ભૌગોલિક વિશેષતાઓને સર્વે ઓફ ઈન્ડિયાના સત્તાવાર નકશાઓ પર માનક નામોથી ઓળખવાનો નિર્ણય કર્યો છે. ભારતે વારંવાર આ મુદ્દા પર જોર આપ્યું છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે. વિદેશ મંત્રાલયે એ વાત પર પણ ભાર આપ્યો છે કે, ભારત-ચીન સંબંધો માટે લાઈન ઓફ કંટ્રોલ પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવી જરૂરી છે.

અરૂણાચલ પ્રદેશ ભારતનો અવિભાજ્ય હિસ્સોઃ ભારત સરકાર

ભારતે કહ્યું છે કે, સરહદ પરની અસર બંને દેશોના વ્યાપક દ્વિપક્ષીય સંબંધો પર પડશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે 11 ઓગસ્ટે એક મીડિયા બ્રીફિંગમાં કહ્યું છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનો એક અવિભાજ્ય અને અખંડ હિસ્સો છે. આ એક એવું તથ્ય છે, જે સ્વતઃ સ્પષ્ટ છે. હું આ વાત પર જોર આપવા માંગુ છું કે, કોઈ પણ વસ્તુ આ નિર્વિવાદ વાસ્તવિકતાને બદલી શકતી નથી.