India

CM પદ છોડી રહ્યા છે દેવેન્દ્ર ફડણવીસ? દિલ્હીમાં PM મોદી સાથે મુલાકાત બાદ અટકળો પર આપ્યો જવાબ

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં કેન્દ્રમાં મંત્રી બનવાની અટકળોને સદંતર ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેમને મહારાષ્ટ્રની જનતાએ ચૂંટ્યા છે અને તેમની પ્રાથમિકતા રાજ્યની સેવા કરવાની છે. દિલ્હીમાં પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રીઓ સાથે વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી, પરંતુ સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ મહારાષ્ટ્રમાં જ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

CM પદ છોડી રહ્યા છે દેવેન્દ્ર ફડણવીસ? દિલ્હીમાં PM મોદી સાથે મુલાકાત બાદ અટકળો પર આપ્યો જવાબ

Devendra Fadnavis Denies Delhi Cabinet Rumors: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દિલ્હી પ્રવાસ દરમિયાન કેન્દ્રમાં મંત્રી બનવાની અટકળોને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, તેમને મહારાષ્ટ્રની જનતાએ ચૂંટ્યા છે, અને તેમની પ્રાથમિકતા રાજ્યની જવાબદારી નિભાવવાની છે.

દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે જણાવ્યું કે, 'જેને જેટલી અટકળો લગાવવી હોય, જેને જેટલી પતંગ ઉડાવવી હોય અને જેને જેટલી અફવા ફેલાવવી હોય, તે કરતા રહે. મને મહારાષ્ટ્રની જનતાએ ચૂંટીને મોકલ્યો છે, અને દેશના નેતા નરેન્દ્ર મોદીએ મને મહારાષ્ટ્રની જવાબદારી સોંપી છે. હું આ જવાબદારી નિભાવતો રહીશ. હું મુંબઈમાં છું, મહારાષ્ટ્રમાં છું અને મહારાષ્ટ્રમાં જ રહીશ.'

PM મોદી અને કેન્દ્રીય મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો

દેવેન્દ્ર ફડણવીસે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન મહારાષ્ટ્રમાં ચાલી રહેલા વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી, અને આગામી પ્રોજેક્ટ્સ અંગે વિગતવાર ચર્ચા થઈ હતી.

કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ ફડણવીસની મુલાકાત

નિર્મલા સીતારમણ (કેન્દ્રીય નાણામંત્રી): ગ્રામીણ વિકાસ, મુંબઈ મેટ્રો, રેલવે, એરપોર્ટ, પોર્ટ અને રોડ નિર્માણ જેવા પ્રોજેક્ટ્સ પર ચર્ચા થઈ. સાથે જ જાપાનની JICA સાથે ઈસ્ટર્ન કેનાલ / ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર અંગે આગળની યોજનાઓ પર વાતચીત થઈ.

ભૂપેન્દ્ર યાદવ (કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી): મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા વિવિધ પર્યાવરણીય મુદ્દાઓ અને મંજૂરીઓ અંગે સમીક્ષા કરવામાં આવી.

પીયૂષ ગોયલ: દેશભરના મુખ્યમંત્રીઓ અને ઉદ્યોગ મંત્રીઓ સાથે યોજાનારી ઉદ્યોગ ક્ષેત્રની બેઠક સંદર્ભે મુલાકાત કરી.

અટકળો ક્યાંથી શરૂ થઈ હતી?

જુલાઈ મહિનામાં શિવસેના (UBT)ના નેતા અને સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે, જો કેન્દ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ કે ફેરબદલ થશે, તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને દિલ્હી બોલાવીને કેન્દ્રમાં મંત્રી બનાવાઈ શકે છે. ત્યારબાદ સોમવારે જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમની જાહેરાત થઈ અને એ જ સમયે ફડણવીસ દિલ્હી પહોંચ્યા, ત્યારે આ ચર્ચાએ ફરી જોર પકડ્યું હતું, જેનો હવે મુખ્યમંત્રીએ પોતે અંત આણ્યો છે.