India

ઓછા વિમાનો છતાં ચીન કરતાં શક્તિશાળી છે ભારતીય વાયુસેના! ગ્લોબલ રેન્કિંગમાં પાકિસ્તાન તો ક્યાંય પાછળ

By GS Team
9 Jul 20264 mins read
TukuTouch Logo
'વર્લ્ડ ડાયરેક્ટરી ઑફ મોર્ડન મિલિટ્રી એરક્રાફ્ટ'ના 2024ના રિપોર્ટ મુજબ, ભારતીય વાયુસેના વિશ્વની 6ઠ્ઠી સૌથી શક્તિશાળી હવાઈ સેના બની છે. ભારતે ચીનને પાછળ છોડી દીધું છે, કારણ કે 'ટ્રુ-વેલ્યુ રેટિંગ' (TvR) ફોર્મ્યુલા દ્વારા ગુણવત્તાને પણ ધ્યાનમાં લેવાય છે. અમેરિકા 5,004 એરક્રાફ્ટ સાથે પ્રથમ સ્થાને છે. પાકિસ્તાન 18માં સ્થાને છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓછા વિમાનો છતાં ચીન કરતાં શક્તિશાળી છે ભારતીય વાયુસેના! ગ્લોબલ રેન્કિંગમાં પાકિસ્તાન તો ક્યાંય પાછળ

Global Air Powers Ranking : અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે વૈશ્વિક સૈન્ય તાકાત પર એક મોટો અહેવાલ સામે આવ્યો છે. ‘વર્લ્ડ ડાયરેક્ટરી ઑફ મોર્ડન મિલિટ્રી એરક્રાફ્ટ’(WDMMA)ની વર્ષ 2026ની તાજી ‘ગ્લોબલ એર પાવર્સ રેન્કિંગ’ અનુસાર, ભારતીય વાયુસેના દુનિયાની છઠ્ઠી સૌથી શક્તિશાળી હવાઈ સેના બની ગઈ છે. આ રેન્કિંગમાં સૌથી મોટો ઉલટફેર એ છે કે, ભારતે વિમાનોની સંખ્યા ઓછી હોવા છતાં ચીનને પાછળ છોડી દીધું છે.

01.PNG

અમેરિકાનો એકતરફી દબદબો
આ વૈશ્વિક લિસ્ટમાં અમેરિકાની તાકાત સૌથી વધારે જોવા મળી છે. દુનિયાની ટોપ-5 એવિએશન ફોર્સિસમાંથી 4 સંસ્થાઓ માત્ર અમેરિકાની જ છે. જેમાં અમેરિકી એરફોર્સ 5,004 એરક્રાફ્ટ સાથે દુનિયામાં નંબર વન પર છે. તેના પછી બીજા ક્રમે અમેરિકી નેવી, ત્રીજા ક્રમે રશિયન એરફોર્સ, ચોથા ક્રમે અમેરિકી આર્મી અને પાંચમા ક્રમે અમેરિકી મરીન કોર્પ્સ આવે છે. જો માત્ર દેશોની મુખ્ય વાયુસેનાની જ સરખામણી કરીએ, તો અમેરિકા અને રશિયા પછી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી વાયુસેના છે.

02.PNG

ચીન કરતાં કેવી રીતે આગળ છે ભારત?
આ રેન્કિંગ ‘TvR’ એટલે કે ‘ટ્રુ-વેલ્યુ રેટિંગ’ ફોર્મ્યુલા પર આધારિત છે, જે માત્ર વિમાનોની સંખ્યા નથી ગણતું પણ તેની ગુણવત્તા પણ જુએ છે. ઓવરઓલ રેન્કિંગમાં ભારતીય વાયુસેના 69.4 TvR સ્કોર સાથે 6ઠ્ઠા સ્થાને છે, જ્યારે ચીનની વાયુસેના 63.8 TvR સ્કોર સાથે 7મા સ્થાને છે. સંખ્યાની દૃષ્ટિએ ચીન પાસે 3733 વિમાનો છે જે ભારતની 1716ની સંખ્યા કરતાં બમણાથી પણ વધારે છે, છતાં ભારતીય બેડામાં સામેલ રાફેલ, સુખોઈ અને તેજસ જેવા આધુનિક ફાઇટર જેટ્સના કારણે ભારતની યુદ્ધ ક્ષમતા ચીન કરતાં વધુ મજબૂત માનવામાં આવી છે.

03.PNG

પાકિસ્તાન રેન્કિંગમાં ઘણું પાછળ
પોતાની હવાઈ તાકાતના મોટા-મોટા દાવા કરતું પાકિસ્તાન આ વૈશ્વિક લિસ્ટમાં ટોપ-15માં પણ જગ્યા બનાવી શક્યું નથી. પાકિસ્તાનની એરફોર્સ 879 એરક્રાફ્ટ અને 46.3 TvR સ્કોર સાથે સીધી 18માં સ્થાને ફેંકાઈ ગઈ છે.

04.PNG

ભારતીય આર્મી અને નેવીની એવિએશન વિંગ પણ સામેલ
આ રિપોર્ટમાં વાયુસેના સિવાય દેશોની આર્મી અને નેવી પાસે કેટલા વિમાનો છે તેનું પણ આકલન કરાયું છે. આ યાદીમાં ભારતીય નેવીની એવિએશન વિંગ 232 વિમાનો સાથે 27મા સ્થાને અને ભારતીય આર્મીની એવિએશન વિંગ 540 વિમાનો સાથે 36મા સ્થાને છે. આ લિસ્ટમાં પાકિસ્તાનની નેવી કે આર્મી પોતાની જગ્યા પણ બનાવી શકી નથી.

કયાં દેશ પાસે કેટલા એરક્રાફ્ટ?
1. અમેરિકા - 13,052 વિમાનો

2. ચીન - 5,357 વિમાનો

3. રશિયા - 4,061 વિમાનો

4. ભારત - 2,488 વિમાનો

5. ઇજિપ્ત - 1,065 વિમાનો

6. તુર્કી - 933 વિમાનો

7. દક્ષિણ કોરિયા - 899 વિમાનો

8. ઇટાલી - 780 વિમાનો

9. જાપાન - 756 વિમાનો

10. ગ્રીસ - 724 વિમાનો

11. સાઉદી અરેબિયા - 709 વિમાનો

12. ફ્રાન્સ - 707 વિમાનો

13. ઈરાન - 705 વિમાનો

14. તાઇવાન - 691 વિમાનો

15. જર્મની - 649 વિમાનો

16. યુનાઇટેડ કિંગડમ - 621 વિમાનો

17. અલ્જીરિયા - 618 વિમાનો

18. ઈઝરાયલ - 605 વિમાનો

19. સ્પેન - 546 વિમાનો

20. ઉત્તર કોરિયા - 468 વિમાનો

21. થાઇલૅન્ડ - 436 વિમાનો

22. પોલૅન્ડ - 419 વિમાનો

23. બ્રાઝિલ - 418 વિમાનો

24. કેનેડા - 390 વિમાનો

25. પાકિસ્તાન - 379 વિમાનો

26. ઓસ્ટ્રેલિયા - 363 વિમાનો

27. સંયુક્ત આરબ અમીરાત - 334 વિમાનો

28. મેક્સિકો - 325 વિમાનો

29. કોલંબિયા - 296 વિમાનો

30. મ્યાનમાર - 292 વિમાનો

31. અંગોલા - 286 વિમાનો

32. મોરોક્કો - 285 વિમાનો

33. વિયેતનામ - 274 વિમાનો

34. જોર્ડન - 269 વિમાનો

35. ઇન્ડોનેશિયા - 260 વિમાનો

36. યુક્રેન - 259 વિમાનો

37. સિંગાપોર - 246 વિમાનો

38. કઝાખસ્તાન - 235 વિમાનો

39. સીરિયા - 231 વિમાનો

40. દક્ષિણ આફ્રિકા - 225 વિમાનો

41. નેધરલેન્ડ - 222 વિમાનો

42. બાંગ્લાદેશ - 215 વિમાનો

43. ફિલિપાઇન્સ - 208 વિમાનો

44. ચિલી - 202 વિમાનો

45. અઝરબૈજાન - 187 વિમાનો

46. બેલારુસ - 185 વિમાનો

47. ઉઝબેકિસ્તાન - 185 વિમાનો

48. વેનેઝુએલા - 183 વિમાનો

49. મલેશિયા - 176 વિમાનો

50. ઇરાક - 175 વિમાનો

51. સ્વીડન - 172 વિમાનો

52. સ્વિટ્ઝર્લેન્ડ - 159 વિમાનો

53. ટ્યુનિશિયા - 156 વિમાનો

54. બેલ્જિયમ - 150 વિમાનો

55. પેરુ - 150 વિમાનો

56. રોમાનિયા - 147 વિમાનો

57. કેન્યા - 144 વિમાનો

58. નાઇજીરીયા - 142 વિમાનો

59. ફિનલૅન્ડ - 136 વિમાનો

60. ઓમાન - 133 વિમાનો

61. કુવૈત - 131 વિમાનો

62. આર્જેન્ટિના - 127 વિમાનો

63. સર્બિયા - 125 વિમાનો

64. ડેનમાર્ક - 124 વિમાનો

65. કતાર - 123 વિમાનો

66. પોર્ટુગલ - 110 વિમાનો

67. બહેરીન - 109 વિમાનો

68. તુર્કમેનિસ્તાન - 101 વિમાનો

69. નોર્વે - 98 વિમાનો

70. ચેકિયા - 94 વિમાનો

71. ઇથોપિયા - 88 વિમાનો

72. ઓસ્ટ્રિયા - 87 વિમાનો

73. આર્મેનિયા - 85 વિમાનો

74. બલ્ગેરિયા - 75 વિમાનો

75. ક્રોએશિયા - 75 વિમાનો

76. શ્રીલંકા - 73 વિમાનો

77. જ્યોર્જિયા - 60 વિમાનો

78. બોલિવિયા - 54 વિમાનો

79. ઇક્વાડોર - 51 વિમાનો

80. ક્યુબા - 49 વિમાનો

81. હંગેરી - 48 વિમાનો

82. અલ સાલ્વાડોર - 47 વિમાનો

83. સ્લોવાકિયા - 47 વિમાનો

84. ન્યુઝીલેન્ડ - 44 વિમાનો

85. તાંઝાનિયા - 35 વિમાનો

86. મોઝામ્બિક - 25 વિમાનો

87. નાટો - 25 વિમાનો

88. તાજિકિસ્તાન - 25 વિમાનો

89. મોલ્દોવા - 21 વિમાનો

90. અલ્બેનિયા - 19 વિમાનો

91. બોસ્નિયા અને હર્ઝેગોવિના - 19 વિમાનો

92. નાઇજર - 18 વિમાનો

93. લિથુઆનિયા - 15 વિમાનો

94. નેપાળ - 15 વિમાનો

95. લિબિયા - 13 વિમાનો

96. મંગોલિયા - 11 વિમાનો

97. અફઘાનિસ્તાન - 9 વિમાનો

98. લાતવિયા - 8 વિમાનો

99. એસ્ટોનિયા - 7 વિમાનો

100. કિર્ગિઝસ્તાન - 7 વિમાનો