Get The App

'શંકરાચાર્ય મહારાજ જો લખનઉ આવે તો...', DyCM કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી રાજકારણ ગરમાયું

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
'શંકરાચાર્ય મહારાજ જો લખનઉ આવે તો...', DyCM કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી રાજકારણ ગરમાયું 1 - image

Shankaracharya Lucknow Visit: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના લખનઉ આહ્વાન બાદ ઉત્તર પ્રદેશના રાજ કારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે, ક જગદગુરુ શંકરાચાર્યજી મહરાજ જો લખનઉ આવે તો એક રામ ભક્ત હોવાના નાતે તેમનું સ્વાગત કરીશ' બીજી તરફ ગૌ રક્ષા પર કરેલા સવાલમાં જવાબમાં સ્પષ્ટ કર્યું કે, ઉત્તર પ્રદેશમાં ગાય માતાને રાજ્ય માતાનો દરરજો આપવાની જે માગ છે તેની કોઈ જરૂરિયાત નથી. 

'કોઈની ઓકાત નથી કે ગાયને હાથ પણ લગાવે'

કેશવ પ્રસાદ મૌર્ય આજે સોમવારે વારાણસીના પ્રવાસે હતા, જ્યાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં ભારત પૂર્વક જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં ગાય તસ્કરની કોઈ ઓકાત નથી કે ગાયને હાથ પણ લગાવીને જુએ, જે બાદ તેમણે સપા નેતા અખિલેશ યાદવને પણ આડે હાથ લીધા. 

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું વિરોધાભાસી વલણ

જાન્યુઆરીમાં જે માઘ મેળામાં સ્નાનને લઈને વિવાદ થયો તેના પર નાયબ મુખ્યમંત્રીના નિવેદન શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના હિતમાં જ દેખાઈ પડ્યા, તે અનશન પર બેઠા ત્યારે પણ કેશવ પ્રસાદ મૌર્યએ હઠાગ્રહ છોડી સ્નાન કરવા અપીલ કરી હતી. આજે વારાણસી પ્રવાસ દરમિયાન પણ તેવું જ વલણ જોવા મળ્યું, જ્યારે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ખુલ્લેઆમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધી રહ્યા છે. એક સવાલના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, શંકરાચાર્ય આવશે તો તેમનું સ્વાગત કરશે, કેશવ પ્રસાદ મૌર્યની ભાષા સીએમ યોગીથી વિરુદ્ધ છે. 

7 માર્ચના રોજ લખનઉ કૂચ

જણાવી દઈએ કે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 7 માર્ચના રોજ લખનઉમાં કૂચ કરશે. જેમ જેમ તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકારણ ચરમસીમા પર પહોંચી રહ્યું છે. 

આ પણ વાંચો: VIDEO: CSK કેમ્પમાંથી વાઈરલ થયો MS ધોનીનો જોરદાર વીડિયો, મસ્તી કરતો નજરે પડ્યો માહી

હાલની ઘટનાઓને ટાંકીને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ દ્વારા શંકરાચાર્યનું સમર્થન કરવાની વાત પર નાયબ મુખ્યમંત્રીએ પ્રહાર કર્યો છે, કહ્યું કે, 'અખિલેશ યાદવ એક ઢોંગી વ્યક્તિ છે, તે રામ ભક્તો પર, કૃષ્ણ ભક્તો પર, શિવ ભક્તો પર અત્યાચાર કરે છે. મુસ્લિમ તુષ્ટિકરણનું રાજકારણ કરે છે. હિન્દુ ધર્મના વોટ લેવા શંકરાચાર્યના પક્ષમાં બોલીને તે ઢોંગ કરી રહ્યા છે.'