India

દિલ્હી અસુરક્ષિત ! માત્ર 27 દિવસમાં 807 લોકો ગુમ, 11 વર્ષમાં 60 હજાર બાળકો લાપતા

By GS TEAM
3 Feb 20262 mins read
TukuTouch Logo
દેશની રાજધાની દિલ્હીમાં લોકોના ગુમ થવાનો સિલસિલો અત્યંત ડરામણી હદે વધી રહ્યો છે. વર્ષ 2026ના માત્ર પ્રથમ 27 દિવસના આંકડાઓ પર નજર કરીએ તો કુલ 807 લોકો લાપતા થયા છે, જેનો અર્થ એ થયો કે રાજધાનીમાં દરરોજ સરેરાશ 27 લોકો ગાયબ થઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી અસુરક્ષિત ! માત્ર 27 દિવસમાં 807 લોકો ગુમ, 11 વર્ષમાં 60 હજાર બાળકો લાપતા

Delhi Missing Persons Data : દેશની રાજધાની દિલ્હીમાં લોકોના ગુમ થવાનો સિલસિલો અત્યંત ડરામણી હદે વધી રહ્યો છે. વર્ષ 2026ના માત્ર પ્રથમ 27 દિવસના આંકડાઓ પર નજર કરીએ તો કુલ 807 લોકો લાપતા થયા છે, જેનો અર્થ એ થયો કે રાજધાનીમાં દરરોજ સરેરાશ 27 લોકો ગાયબ થઈ રહ્યા છે.

137 જેટલા માસૂમ બાળકો પણ ગુમ

ગુમ થયેલા લોકોમાં 137 જેટલા માસૂમ બાળકો પણ સામેલ છે, જેમનો અત્યાર સુધી કોઈ પત્તો મળ્યો નથી. જોકે દિલ્હી પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં 807 પૈકી 235 લોકોને ટ્રેસ કરવામાં સફળતા મળી છે, પરંતુ હજુ પણ 538 લોકોની શોધખોળ જારી છે. સરેરાશ જોતા પોલીસ દરરોજ 9 લોકોને શોધી કાઢે છે, પરંતુ તેની સામે ગુમ થનારાનો આંકડો ઘણો મોટો છે.

આ પણ વાંચો : 426 કિલોગ્રામ વજનની ગાંધીજીની પ્રતિમા ચોરાઈ

દિલ્હી અસુરક્ષિત : વર્ષોથી ચાલી આવતી ગુમ થવાનીની સમસ્યા

ઝિપનેટ જેવી પોલીસ ડેટાબેઝ સિસ્ટમના આંકડા દર્શાવે છે કે આ સમસ્યા વર્ષોથી ચાલી આવે છે. ગુમ થનારા લોકોમાં સૌથી વધુ સંખ્યા મહિલાઓ અને કિશોરીઓની જોવા મળી રહી છે. 2026ના શરૂાતના 27 દિવસમાં 616 પુખ્ત વયના લોકો ગુમ થયા છે, જેમાંથી માત્ર 181નો પત્તો લાગ્યો છે અને 435 પુખ્ત વ્યક્તિઓ હજુ પણ લાપતા છે. તેવી જ રીતે 191 સગીરોના કિસ્સામાં માત્ર 48 બાળકોને પોલીસ ટ્રેસ કરી શકી છે, જ્યારે 137 સગીરો હજુ તેમના પરિવારથી દૂર છે.

11 વર્ષમાં 60 હજાર બાળકો ગુમ

રાજધાનીમાં છેલ્લા 11 વર્ષમાં 5559 બાળકો ગાયબ થયા છે, જેમાંથી 695 બાળકોનું શું થયું તે કોઈ જાણતું નથી. વર્ષ 2016થી 2026 વચ્ચેનો ડેટા જોઈએ તો કુલ 60,694 બાળકો ગુમ થયા હતા, જેમાંથી 53,763 બાળકો મળી આવ્યા છે પરંતુ આશરે 11 ટકા એટલે કે 6,931 બાળકો હજુ પણ ટ્રેસ થયા નથી. ચાલુ વર્ષના શરૂઆતના દિવસોમાં ગુમ થયેલા 13 બાળકોમાંથી માત્ર ત્રણ જ મળી શક્યા છે. વર્ષ 2025માં 5915 બાળકો ગાયબ થયા હતા અને તેમાંથી 1491 બાળકો હજુ સુધી મળ્યા નથી. આ આંકડાઓ છતાં પણ આ બાળકો ક્યાં ગાયબ થઈ જાય છે તેનો જવાબ પોલીસ તંત્ર પાસે પણ નથી.

આ પણ વાંચો : ટેસ્ટ ક્રિકેટના નિયમો બદલાયા, ‘બન્ની હોપ’ પર પ્રતિબંધ