Get The App

દિલ્હીમાં પ્રદૂષિત હવાની ક્રિકેટ પર ઈફેક્ટ... BCCIએ ઘરેલુ ટુર્નામેન્ટના વેન્યૂમાં કર્યો ફેરફાર

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીમાં પ્રદૂષિત હવાની ક્રિકેટ પર ઈફેક્ટ... BCCIએ ઘરેલુ ટુર્નામેન્ટના વેન્યૂમાં કર્યો ફેરફાર 1 - image

Delhi Pollution: દિલ્હીની હવા ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે. અમુક જગ્યાએ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400થી વધુ એટલે કે, ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. આવનારા અમુક દિવસો સુધી દિલ્હીમાં વાયુ ગુણવત્તા ખરાબ રહેવાની સંભાવના છે. ખરાબ હવાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને માસ્ક પહેરવું મજબૂરી બની ગઈ છે. દિલ્હીમાં વધતા પ્રદૂષણની અસર ક્રિકેટની રમત પર પણ પડી રહી છે. 

આ પણ વાંચોઃ 'ચૂંટણીમાં પૈસા વહેંચવાથી કલ્યાણ ન થાય...' ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનું સ્ફોટક નિવેદન

BCCIનો નિર્ણય

BCCIએ ખેલાડીઓના સ્વાસ્થ્યને ધ્યાને લઈને મોટો નિર્ણય લીધો છે. BCCIએ અંડર-23 મેન્સ વનડે ટૂર્નામેન્ટની નૉકઆઉટ મેચ હવે દિલ્હીમાં ન કરાવવાનો નિર્ણય લીધો છે. આ મેચને મુંબઈમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. BCCIએ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ને કહ્યું કે, 25 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી આ મેચને હોસ્ટ કરવા માટે તૈયાર રહો. ટૂર્નામેન્ટમાં લીગ સ્ટેજની છેલ્લી મેચ 21 નવેમ્બરે વડોદરામાં થશે, ત્યાર બાદ નૉકઆઉટ મેચ થશે. નૉકઆઉટ સ્ટેજમાં 8 ટીમ રમશે અને આખું શેડ્યૂલ જલ્દી જાહેર કરાશે. 

ક્રિકેટ માટે અયોગ્ય વાતાવરણ

મુંબઈ ક્રિકેટ એસોસિએશનના એક સૂત્રએ જણાવ્યું કે, 'અમને આજે BCCI તરફથી ફોન આવ્યો. તેમણે જણાવ્યું કે, રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધુ હોવાના કારણે એસીએને હવે અન્ડર-23 મેન્સ વનડે ટૂર્નામેન્ટના નૉકઆઉટ મેચની મેજબાની કરી હતી. આ માહોલમાં ક્રિકેટ રમવું સંભવ નહતું.'

આ પણ વાંચોઃ પ.બંગાળથી બાંગ્લાદેશ સુધી જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, જાણો કેટલી હતી તીવ્રતા

કોલકાતામાં કરાવી ટેસ્ટ મેચ

દિલ્હીમાં પ્રદૂષણના કારણે BCCIએ ભારત અને સાઉથ આફ્રિકાની પહેલી ટેસ્ટ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમને બદલે કોલકાતામાં કરાવી હતી. જોકે, ઓક્ટોબરમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ મેચ દિલ્હીમાં રમાવામાં આવી હતી, પરંતુ આ મેચ પ્રદૂષણ ચરમ સ્તર પર પહોંચે તે પહેલાં આયોજિત કરાઈ હતી. 

ડિસેમ્બર, 2017માં ભારત અને શ્રીલંકા વચ્ચે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં થયેલી મેચને કોણ ભૂલી શકે છે? આ મેચમાં શ્રીલંકાના ખેલાડીઓ માસ્ક પહેરીને ફિલ્ડીંગ કરવા ઉતર્યા હતા. આ મેચ દરમિયાન AQI લગભગ 400ની આસપાસ પહોંચી ગયું હતું. ત્યારે શ્રીલંકાના બોલક લાહિરૂ ગમાગેને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને લગભગ 17 મિનિટ સુધી મેચ રોકી દેવાઇ હતી. સુરંગા લકમલને પણ ઉલ્ટી અને ગભરામણના કારણે મેદાન છોડવું પડ્યું હતું. એક સમયે તો શ્રીલંકા પાસે ફક્ત 10 ખેલાડી જ બચ્યા હતા અને ટીમને રૂમમાં ઓક્સિજન સિલિન્ડર પણ લાવવા પડ્યા હતા.