Get The App

દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ વે! એશિયાના સૌથી લાંબા વાઈલ્ડ લાઈફ કોરિડોરનું PM મોદીએ કર્યું લોકાર્પણ

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ વે! એશિયાના સૌથી લાંબા વાઈલ્ડ લાઈફ કોરિડોરનું PM મોદીએ કર્યું લોકાર્પણ 1 - image


Delhi Dehradun Expressway Inauguration: ઉત્તર ભારતની કનેક્ટિવિટીમાં એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. PM નરેન્દ્ર મોદી મંગળવારે 213 કિલોમીટર લાંબા દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે. ₹12,000 કરોડના ખર્ચે બનેલો આ છ-લેનનો એક્સપ્રેસ-વે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને એકબીજાની વધુ નજીક લાવશે.

વડાપ્રધાનનો કાર્યક્રમ

ઉદ્ઘાટન પૂર્વે વડાપ્રધાન ધાર્મિક અને પર્યાવરણીય મુલાકાત પણ લીધી હતી. વન્યજીવ કોરિડોર નિરીક્ષણ પણ કર્યું. વડાપ્રધાન સહારનપુર (UP) ખાતે એશિયાના સૌથી લાંબા વન્યજીવ એલિવેટેડ કોરિડોરની સમીક્ષા કરી. સવારે 11.40 વાગ્યે દેહરાદૂન પાસે આવેલા પ્રસિદ્ધ જય મા દાત કાલી મંદિરમાં પૂજા-અર્ચના કરી. બપોરે 12.30 વાગ્યે દેહરાદૂન ખાતે એક ભવ્ય સમારોહમાં એક્સપ્રેસ-વે દેશને સમર્પિત કર્યો.

દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ વે! એશિયાના સૌથી લાંબા વાઈલ્ડ લાઈફ કોરિડોરનું PM મોદીએ કર્યું લોકાર્પણ 2 - image

એક્સપ્રેસ-વેની મુખ્ય વિશેષતાઓ

આ પ્રોજેક્ટ માત્ર ગતિ જ નહીં, પરંતુ સુરક્ષા અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય છે. દિલ્હીથી દેહરાદૂન પહોંચવામાં અત્યારે 6 કલાક લાગે છે, જે ઘટીને હવે માત્ર 2.5 કલાક થઈ જશે. આ ઉપરાંત મુસાફરોની સુરક્ષા માટે આ કોરિડોરમાં અત્યાધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં 10 ઇન્ટરચેન્જ, 3 રેલવે ઓવર બ્રિજ (ROB), 4 મોટા પુલ અને 12 વે-સાઇડ સુવિધાઓનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો: મેસેજ અને વીડિયો ડિલીટ કરવા દબાણ કરાયું! ચહલ વિવાદમાં અભિનેત્રી તાનિયાનો નવો આરોપ

પર્યાવરણ અને વન્યજીવોનું રક્ષણ

આ કોરિડોરની સૌથી મોટી વિશેષતા તેની ઈકો-ફ્રેન્ડલી ડિઝાઇન છે. રાજાજી નેશનલ પાર્ક અને આસપાસની જૈવવિવિધતાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે તે એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોર બને છે. વન્યજીવોની અવરજવર માટે 12 કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ બનાવવામાં આવ્યો છે. હાથીઓ માટે 200 મીટર લાંબા બે ખાસ અન્ડરપાસ અને અન્ય પ્રાણીઓ માટે 8 રસ્તાઓ બનાવ્યા છે. દાત કાલી મંદિર પાસે 370 મીટર લાંબી આધુનિક સુરંગનું નિર્માણ કરાયું છે જેથી પહાડી પર્યાવરણને નુકસાન ન થાય.

આર્થિક અને પર્યટન વિકાસ

આ એક્સપ્રેસ-વે શરૂ થવાથી હરિદ્વાર, ઋષિકેશ અને દેહરાદૂન જેવા પર્યટન સ્થળોએ પહોંચવું સરળ બનશે. તે માત્ર મુસાફરી જ નહીં, પણ સમગ્ર પ્રદેશમાં વેપાર અને વિકાસના નવા દ્વાર ખોલશે. પીએમઓના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ વડાપ્રધાનના નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિઝનને પ્રતિબિંબિત કરે છે.