ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની રાજકારણમાં એન્ટ્રી, ભાજપમાં ભળતા જ OBC મોરચામાં મોટી જવાબદારી, ગુજરાતમાંથી પણ બે નામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BJP OBC Morcha Candidate List :ભારતીય જનતા પાર્ટી (BJP) એ શનિવારે (21 નવેમ્બર) OBC મોરચાના નવા રાષ્ટ્રીય પદાધિકારીઓ અને કાર્યકારી સદસ્યોની લિસ્ટ જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતના દશરથજી ઠાકોરને OBC મોરચામાં રાષ્ટ્રીય મંત્રી પદ મળ્યું છે અને ગુજરાતના મહેન્દ્રભાઈ જુંગીને રાષ્ટ્રીય કાર્યસમિતિના સદસ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ દિલ્હીથી ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલને પણ ભાજપે કાર્યકારી સમિતિમાં વિશેષ આમંત્રિત સદસ્ય તરીકે નિયુક્ત કર્યા છે.
BJP તરફથી જાહેર કરાયેલી યાદી અનુસાર, પાર્ટીએ OBC મોરચા માટે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય મહામંત્રી, રાષ્ટ્રીય મંત્રી, રાષ્ટ્રીય કોષાધ્યક્ષ, રાષ્ટ્રીય કાર્યાલય મંત્રી, રાષ્ટ્રીય સહ-કાર્યાલય મંત્રી, મીડિયા સંયોજક, સોશિયલ મીડિયા સંયોજક, સોશિયલ મીડિયા સહ-સંયોજક, નીતિ અને શોધ સંયોજક, નીતિ અને શોધ સહ-સંયોજક, રાષ્ટ્રીય કાર્યસમિતિ સદસ્ય અને રાષ્ટ્રીય કાર્યસમિતિ-વિશેષ આમંત્રિત પદો પર અધિકારીઓની નિયુક્તિ કરી છે.
અમરપાલ મૌર્યને મળ્યા હતા ચહલ
ભાજપમાં (BJP) નવી જવાબદારી મળી તે પહેલાં ચહલે OBC મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમરપાલ મૌર્ય સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં તેમનું નામ સામેલ કરવામાં આવ્યું છે.
BJP એ જાહેર કર્યા કાર્યસમિતિના સદસ્યો
BJP એ રાષ્ટ્રીય કાર્યસમિતિ માટે 37 સદસ્યોના નામ જાહેર કર્યા છે. આ ઉપરાંત, 7 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 2 રાષ્ટ્રીય મહામંત્રી અને 7 રાષ્ટ્રીય સચિવની નિયુક્તિ કરવામાં આવી છે. પાર્ટીના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના નિર્દેશ પર આ તમામ નિયુક્તિઓ કરવામાં આવી છે અને તે તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે.




