India

BIG NEWS: સી.પી. રાધાકૃષ્ણન હશે NDAના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર, જેપી નડ્ડાએ કરી જાહેરાત

By GS TEAM
17 Aug 20251 min read
TukuTouch Logo
NDAએ પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ આ જાહેરાત કરતા કહ્યું કે, સીપી રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

BIG NEWS: સી.પી. રાધાકૃષ્ણન હશે NDAના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર, જેપી નડ્ડાએ કરી જાહેરાત

Vice Presidential candidate: NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)એ પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ આ જાહેરાત કરતા કહ્યું કે, સી.પી. રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે. હાલમાં સી.પી. રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. જેપી નડ્ડાએ કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ ફાઈનલ કરવા માટે ભાજપ સંસદીય બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી.

સી.પી. રાધાકૃષ્ણન તમિલનાડુના કોઇમ્બતુરથી બે વખત સંસદ સભ્ય રહી ચૂક્યા છે. તેમને ઝારખંડ અને તેલંગાણાના રાજ્યપાલ તેમજ પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ તરીકેનો પણ અનુભવ છે. તેઓ તમિલનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. આ નિર્ણયને દક્ષિણ ભારતના એક નેતાને મહત્ત્વ આપીને NDA પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી 21 ઓગસ્ટે યોજાવાની છે.