India

સોનમ વાંગચુકના અનશન વચ્ચે વિવાદ: CJP સ્થાપક અભિજીત દીપકે સોશિયલ મીડિયા પર ટ્રોલ

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હીના જંતર-મંતર પર સોનમ વાંગચુકના ઉપવાસના 10 દિવસ પૂરા થયા છે. આ દરમિયાન, કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેનો કચોરી-નૂડલ્સ ખાતો વીડિયો વાયરલ થતા લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. દીપકેએ ખુલાસો કર્યો કે આ વીડિયો વાંગચુકના ઉપવાસ પહેલાનો છે. તેઓ NEET પેપર લીક અને બેરોજગારી વિરુદ્ધના આંદોલનને નબળું પાડવાનો પ્રયાસ ગણાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનમ વાંગચુકના અનશન વચ્ચે વિવાદ: CJP સ્થાપક અભિજીત દીપકે સોશિયલ મીડિયા પર ટ્રોલ

Abhijeet Dipke Trolled Video : નવી દિલ્હીના જંતર-મંતર પર મંગળવારે સોનમ વાંગચુકના અનિશ્ચિતકાળના ઉપવાસના 10 દિવસ પૂર્ણ થયા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ કચોરી, બ્રેડ પકોડા અને નૂડલ્સ ખાતા નજરે પડ્યા છે, જેના કારણે લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જ્યારે વાંગચુક અનશન પર છે, ત્યારે અભિજીત દીપકે અને તેમના સાથીઓ ભૂખ હડતાળ પર કેમ નથી બેઠા? આ ટીકાઓ વચ્ચે દીપકેએ સ્પષ્ટતા આપતા કહ્યું કે, વાયરલ વીડિયોને ખોટા સંદર્ભમાં રજૂ કરવામાં આવી રહ્યો છે, અને આ અસલી મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.

અભિજીત દીપકેએ આ વિવાદ અંગે જણાવ્યું કે, જે ક્લિપ વાયરલ થઈ રહી છે, તેને ખોટી રીતે રજૂ કરાઈ છે. બ્રેડ પકોડા અને નૂડલ્સ ખાવાનો આ વીડિયો તે સમયનો છે, જ્યારે સોનમ વાંગચુક અનશન પર બેઠા પણ નહોતા. તેઓ તે સમયે એક પર્યાવરણ સંમેલન માટે યુરોપના પ્રવાસે હતા, અને તેના આશરે 10 દિવસ પછી તેઓ આ આંદોલન સાથે જોડાયા હતા. દીપકેના જણાવ્યા મુજબ, આ વિદ્યાર્થી આંદોલનને નબળું પાડવા માટે વીડિયોને જાણીજોઈને કાપીને શેર કરવામાં આવી રહ્યો છે.

શા માટે ઉપવાસ પર એકલા બેઠા છે વાંગચુક?

મંચ પર માત્ર એક જ વ્યક્તિ ભૂખ હડતાળ પર કેમ બેઠી છે, તેવા સવાલ પર અભિજીત દીપકેએ જણાવ્યું કે, આ નિર્ણય ખુદ વાંગચુકનો જ હતો. આંદોલનને યોગ્ય રીતે ચલાવવા માટે આખી કોર ટીમનું સ્વસ્થ રહેવું જરૂરી છે. જો બધા લોકો ભૂખ હડતાળ પર બેસી જશે, તો જંતર-મંતર પર આવતા હજારો વિદ્યાર્થીઓને કોણ સંભાળશે, અને પોલીસ તંત્ર સાથે જોડાયેલી રોજબરોજની મુશ્કેલીઓ કોણ દૂર કરશે?. આ ઉપરાંત દીપકેએ પોતાની વ્યક્તિગત મજબૂરી જણાવતા કહ્યું કે, તેમને માઇગ્રેનની ગંભીર સમસ્યા છે, જેના કારણે તેમના માટે ઉપવાસ રાખવો ખૂબ મુશ્કેલ છે. દીપકેએ વધુમાં કહ્યું કે, તેઓ વાંગચુકની ઝડપથી બગડતી તબિયતને લઈને ચિંતિત છે. છેલ્લા થોડા દિવસોમાં જ તેમનું વજન 5 કિલો જેટલું ઘટી ગયું છે. તેમણે વાંગચુકને ઉપવાસ પૂર્ણ કરવા વિનંતી પણ કરી હતી, પરંતુ, તેઓ પોતાની માંગ પર અડગ છે, અને જ્યાં સુધી કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખશે.

શું છે પ્રદર્શનની માંગ?

જંતર-મંતર પર ચાલી રહેલું આ પ્રદર્શન મુખ્યત્વે NEET પરીક્ષામાં થયેલા પેપર લીક, અને બેરોજગારી વિરુદ્ધ છે, જેમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાથી શરૂ થયેલા આ આંદોલનને સંજય સિંહ અને મહુઆ મોઇત્રા સહિતના ઘણા વિપક્ષી નેતાઓનું સમર્થન મળ્યું છે. જોકે, કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.