સોના, ચાંદીની આયાત માટે બેંકોને મળેલ જીએસટી રાહત પરત લેવાની વિચારણા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : જીએસટી કાઉન્સિલ અને બેંકો અને નોમિનેટેડ એજન્સીઓ દ્વારા સોના, ચાંદી અને પ્લેટિનિયમની આયાત પર ઇન્ટીગ્રેટેડ જીએસટી (આઇજીએસટી)ને પરત લેવા અંગે વિચાર કરી શકે છે. હાલમાં સોના, ચાંદી અને પ્લેટિનિયમની આયાત પર ૩ ટકા આઇજીએસટી લાગે છે.
જો કે જ્યારે સરકાર દ્વારા સમયાંતરે લિસ્ટ કરવામાં આવેલી બેંક અને નોમિનેટેડ એજન્સીઓ આ કીંમતી ધાતુઓની આયાત કરે છે તો તેને આ ટેક્સમાં રાહત આપવામાં આવે છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર સાત ઓક્ટોબરનાં રોજ થનાર જીએસટી કાઉન્સિલની બેઠકમાં બેંકો અને નોમિનેટેડ એજન્સીઓને ૨૦૧૭માં આપવામાં આવેલ ટેક્સમાં રાહતને પરત લવા અંગે ચર્ચા કરવામાં આવશે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ રાહત પરત લેવામાં આવ્યા પછી બુલિયન એક્સચેન્જ અને આ એજન્સીઓ ટેક્સની બાબતમાં એક જ સ્તરે આવી જશે. ઉલ્લેખનીય છે કે સોના, ચાંદી અને કીંમતી ધાતુઓની આયાત સરકાર માટે ચિંતાનો વિષય રહ્યો છે. કારણકે આનાથી વિદેશી મુદ્રા બાહર જાય છે અને ભારતનાં વિદેશી મુદ્રા ભંડાર પર અસર પડે છે.




