app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

કોંગ્રેસ નેતા પવન ખેડાના વડાપ્રધાન મોદી પર પ્રહાર, કહ્યું 51 મિનિટમાં 44 વાર કોંગ્રેસનું નામ લીધું

ભાજપ નેતાઓએ રાજીવ ગાંધી દ્વારા લાવનાર મહિલા અનામત બિલ વિરુદ્ધ મતદાન કર્યું

RSSની શાખામાં કંઈક એવું છે જ્યા આવા નમૂના આવે છે : પવન ખેડા

Updated: Sep 26th, 2023


Congress Attacks on BJP: ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના પ્રવાસે હતા જ્યા તેમણે પાતાના સંબોધન દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર (PM Attacks on Congress) કર્યા હતા, ત્યારે હવે કોંગ્રેસે પણ પીએમ મોદીના પ્રહાર સામે પલટવાર કર્યો છે.

પવન ખેડાએ નોટબંધી જેવા નિર્ણયની ટીકા કરી 

કોંગ્રેસ નેતા પવન ખેડાએ (Pawan Khera Attacks on PM Modi) કહ્યું કે ગઈકાલે વડાપ્રધાનએ મધ્યપ્રદેશમાં પોતાના 51 મિનિટના ભાષણ દરમિયાન 44 વખત કોંગ્રેસનું નામ લીધુ હતું એટલે કે તેમના પાસે પોતાની સરકારની ઉપલબ્ધિઓ વિશે કહેવા માટે કઈ નથી. આ સિવાય પવન ખેડોએ નોટબંધી જેવા નિર્ણયની ટીકા (Criticized demonetization decisions) કરતા આગળ કહ્યું હતું કે ડિજિટલ પેમેન્ટ વધારવા માટે નોટબંધી કરવાની શી જરુર હતી ? આ ઉપરાંત તેમણે કહ્યું કે આરએસએસ (RSS)ની શાખામાં કંઈક એવું છે જ્યા આવા નમૂના આવે છે. 

મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને મહિલા વિરોધી (Congress is anti-women) છે તેવા નિવેદન પર વળતા પ્રહાર કરતા પવન ખેડા કહ્યું હતું કે વર્ષ 1989માં રાજીવ ગાંધી દ્વારા લાવનાર મહિલા અનામત બિલ (Women's Reservation Bill brought by Rajiv Gandhi) રાજ્યસભામાં પસાર થઈ શક્યું ન હતું કારણકે અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી, જેઠમલાણી જેવા ભાજપના નેતાઓએ આ બિલ વિરુદ્ધ મતદાન કર્યું હતું. પવન ખેડા આગળ જણાવતા બોલ્યા હતા કે પીએમ મોદીની ઈમેજ એવી થઈ ગઈ છે કે તેઓ કંઈ પણ બોલે તો તે જુઠ્ઠું જ હશે. જ્યારે બાળપળમાં પીએમ મોદી શાખામાં જતા હતા ત્યારે પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા હતા.

Gujarat