India

મહારાષ્ટ્ર સરકારને 'કોકરોચ'નું અલ્ટીમેટમ, 'વાંગચુકની જેમ જરાંગેને અડશો તો પરિણામ ભોગવવા પડશે...'

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દો ફરી ગરમાયો છે. જાલનાના અંતરવાળી સરાટીમાં મનોજ જરાંગે પાટિલ 29 ઓગસ્ટથી 15 માંગણીઓ સાથે ઉપવાસ પર છે. CJPના અભિજિત દીપકેએ તેમને સમર્થન આપી, સરકારને ચેતવણી આપી કે દિલ્હી જેવી કાર્યવાહી મહારાષ્ટ્રમાં સહન નહીં થાય. દીપકેએ સરકારને તાત્કાલિક વાતચીત કરવા અને શિક્ષણ-રોજગારની તકો પૂરી પાડવા અપીલ કરી. સરકારે મોટાભાગની માંગણીઓ સંતોષ્યાનો દાવો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્ર સરકારને 'કોકરોચ'નું અલ્ટીમેટમ, 'વાંગચુકની જેમ જરાંગેને અડશો તો પરિણામ ભોગવવા પડશે...'

Maratha Reservation Protest : મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દો ફરી એકવાર જોર પકડી રહ્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સંસ્થાપક અભિજિત દીપકેએ શુક્રવારે મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગે પાટિલ સાથે મુલાકાત કરીને તેમને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. મનોજ જરાંગે પાટિલ ગત 29 ઓગસ્ટથી જાલનાના અંતરવાળી સરાટીમાં પોતાની 15 માંગણીઓને લઈને અનિશ્ચિત મુદતના ઉપવાસ પર બેઠા છે. આ મુલાકાત દરમિયાન અભિજિત દીપકેએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો મનોજ જરાંગે પાટિલને જબરદસ્તી પ્રદર્શન સ્થળેથી હટાવાની કોશિશ કરવામાં આવશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે અને સમગ્ર મહારાષ્ટ્ર પ્રદર્શન સ્થળ પર પહોંચી જશે.

દિલ્હી જેવી કાર્યવાહી મહારાષ્ટ્રમાં સહન નહીં થાય

દીપકેએ સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે મનોજ જરાંગે પાટિલને તે જ રીતે જબરદસ્તી હટાવાનો પ્રયાસ ન કરવામાં આવે, જે રીતે દિલ્હી પોલીસે સોનમ વાંગચુકને તેમના ભૂખ હડતાલના સ્થળેથી હટાવ્યા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું કે મહારાષ્ટ્રમાં આ પ્રકારની કાર્યવાહી બિલકુલ સહન કરવામાં આવશે નહીં. અભિજિત દીપકેએ સરકારને અપીલ કરી હતી કે તેઓ તુરંત મનોજ જરાંગે પાટિલ સાથે વાતચીત કરે અને તેમની તમામ માંગણીઓ સાંભળે, જેથી મામલો શાંત થઈ શકે.

શિક્ષણ, રોજગાર અને પ્રથમેશ દેશમુખનો મામલો

મનોજ જરાંગે પાટિલના આંદોલન પાછળના કારણો સ્પષ્ટ કરતા દીપકેએ જણાવ્યું કે તેઓ પોતાના સમાજના લોકો માટે ઉત્તમ શિક્ષણ અને રોજગારના અવસરો મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જો સરકારે પૂરતી શિક્ષણ અને રોજગારની તકો પૂરી પાડી હોત તો જરાંગે પાટિલને ઉપવાસ પર બેસવાની નોબત ન આવત. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં સરકારી શાળાઓની નબળી સ્થિતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. દીપકેએ જણાવ્યું કે જરાંગે પ્રથમેશ દેશમુખ જેવા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સુવિધાઓ ઈચ્છે છે, જેમણે એમપીએસસી (MPSC) પરીક્ષાની તૈયારી દરમિયાન કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી.

સરકારનો દાવો અને અત્યાર સુધીના પગલાં

અભિજિત દીપકેના આક્ષેપો સામે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે સરકારે મનોજ જરાંગે પાટિલની મોટાભાગની માંગણીઓ સંતોષી લીધી છે. જેનાથી સમગ્ર મરાઠા સમાજને મોટો ફાયદો થશે. મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટિલે અગાઉ જણાવ્યું હતું કે સરકારે મરાઠા સમુદાય માટે અભૂતપૂર્વ પગલાં ભર્યા છે. જેમાં પાત્ર મરાઠા યુવાનોને અન્ય પછાત વર્ગ (OBC) શ્રેણીમાં સામેલ કરવા માટે કુનબી પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવવાનો સમાવેશ થાય છે. સરકારના જણાવ્યા મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) કોટા દ્વારા 3.5 લાખથી વધુ યુવાનોને તેનો લાભ મળી ચૂક્યો છે.