India

કોકરોચ આંદોલન ભાજપ માટે માથાનો દુઃખાવો, કોંગ્રેસને બમ્પર ફાયદો, NDAને મોટો ઝટકો : સરવે

By GS Team
28 Aug 20262 mins read
TukuTouch Logo
એક ખાનગી સર્વે મુજબ, જો આજે લોકસભા ચૂંટણી થાય તો NDA 326 બેઠકો સાથે ફરી સત્તામાં આવશે. જોકે, છેલ્લા 6 મહિનામાં 26 બેઠકોનો ઘટાડો નોંધાયો છે. ભાજપને 261 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે કોંગ્રેસને 106 બેઠકો મળી શકે છે. પેપર લીક અને વિદ્યાર્થી આંદોલનને કારણે યુવા મતદારોમાં નારાજગી ભાજપના ઘટાડાનું કારણ મનાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોકરોચ આંદોલન ભાજપ માટે માથાનો દુઃખાવો, કોંગ્રેસને બમ્પર ફાયદો, NDAને મોટો ઝટકો : સરવે

NDA Seat Projection Lok Sabha Election : એક ખાનગી કંપની દ્વારા કરાયેલા સરવે અનુસાર, જો આજે દેશમાં લોકસભા ચૂંટણી યોજાય તો ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતૃત્વ હેઠળનું એનડીએ (NDA) ગઠબંધન 326 સીટો સાથે ફરીથી સત્તા પર વાપસી કરી શકે છે. જોકે, જાન્યુઆરી 2026 ના સરવેમાં એનડીએને 352 સીટો મળવાનું અનુમાન હતું, જેની સરખામણીએ છેલ્લા 6 મહિનામાં 26 સીટોનો ઘટાડો નોંધાયો છે. તેમ છતાં એનડીએ બહુમતીના આંકડા કરતાં ઘણું આગળ છે અને કેન્દ્રમાં સરકાર બનાવવાની મજબૂત સ્થિતિમાં છે. આ આંકડો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2024 ના '400 પાર' ના લક્ષ્યાંકથી ઘણો પાછળ છે.

ભાજપને નુકસાન અને કોંગ્રેસનો ઉછાળો

પાર્ટીવાર આંકડાઓ પર નજર કરીએ તો ભાજપને સૌથી વધુ નુકસાન થતું જણાય છે. તાજા સરવેમાં ભાજપને 261 સીટો મળવાનું અનુમાન છે, જે જાન્યુઆરી 2026 માં 287 સીટો હતું. એટલે કે ભાજપના અનુમાનિત આંકડામાં 26 સીટોનો ઘટાડો થયો છે, જોકે 2024 ની લોકસભા ચૂંટણીની 240 સીટોની સરખામણીએ આ દેખાવ હજુ પણ સારો છે. બીજી તરફ કોંગ્રેસ માટે આ સરવે આશાસ્પદ રહ્યો છે. કોંગ્રેસને 106 સીટો મળવાનું અનુમાન છે, જે જાન્યુઆરીના 80 સીટોના અનુમાન કરતાં 26 સીટો વધુ છે.

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલનની અસર

ભાજપની સીટોના ઘટાડા પાછળ Gen Z અને યુવા મતદારોમાં વધતી નારાજગીને મહત્ત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. પરીક્ષાના પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થાની ખામીઓને કારણે યુવાનોમાં રોષ જોવા મળ્યો હતો. જુલાઈ માસમાં દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ થયેલા વિદ્યાર્થીઓના ભારે વિરોધ પ્રદર્શન બાદ ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. આંદોલન અને વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના મુદ્દાને વિપક્ષે જોરશોરથી ઉઠાવ્યો હતો.

ઇન્ડિયા ગઠબંધન અને વોટ શેરનું ગણિત

કોંગ્રેસના નેતૃત્વ હેઠળના 'ઇન્ડિયા' ગઠબંધનને આ સરવેમાં 185 સીટો મળવાનું અનુમાન દર્શાવાયું છે, જેમાં જાન્યુઆરી 2026 ની સરખામણીએ 3 સીટોનો નજીવો વધારો થયો છે. વોટ શેરની વાત કરીએ તો એનડીએનો અનુમાનિત વોટ શેર જાન્યુઆરીના 47% થી ઘટીને 45.1% થયો છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધનનો વોટ શેર 39.1% રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહિલા અનામત અને વિદ્યાર્થીઓના પ્રશ્નો પર કોંગ્રેસ દ્વારા બનાવાયેલી નવી વ્યૂહરચનાને કારણે પાર્ટીના પ્રદર્શનમાં સુધારો જોવા મળ્યો છે.