પેપર લીક મામલે હવે આકરા પાણીએ કોકરોચ જનતા પાર્ટી, આવતીકાલે રાષ્ટ્રવ્યાપી આંદોલનની જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJP Protest : જંતર-મંતર પર વિદ્યાર્થીઓના ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કોકરોચ જનતા પાર્ટી(CJP)એ એક મોટો નિર્ણય લીધો છે. CJPએ શુક્રવાર, 24 જુલાઈએ દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને તેમાં જોડાવા અપીલ કરી છે.
દેશવ્યાપી પ્રદર્શન અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
આ પ્રદર્શન પેપર લીક મામલે અને વિદ્યાર્થીઓની વિવિધ માંગણીઓને લઈને આયોજિત કરવામાં આવી રહ્યું છે. આંદોલનકારી વિદ્યાર્થીઓ સતત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
ડિજિટલ પેમ્ફલેટ સોશિયલ મીડિયા પર વાયરલ
સીજીપીએ આ પ્રદર્શન અંગેની માહિતી એક ડિજિટલ પેમ્ફલેટ દ્વારા શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. પાર્ટીએ લોકોને શાંતિપૂર્ણ રીતે એકઠા થઈને એકતા દર્શાવવા વિનંતી કરી છે.

એક દિવસ માટે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો આગ્રહ
સંગઠને દરેક જિલ્લામાં એક દિવસ માટે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો આગ્રહ કર્યો છે, જેથી દેશભરમાં પોલીસ કાર્યવાહીનો ભોગ બનેલા લોકો પ્રત્યે સમર્થન દર્શાવી શકાય. પોસ્ટરમાં 'Every District. One Day. One Demand'નો નારો આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમ 24 જુલાઈએ યોજાશે, જેના માટે સ્થાનિક સ્તરે પરવાનગી અને વ્યવસ્થાઓ કરવા માટે વિદ્યાર્થી સંગઠનોને સૂચના આપવામાં આવી છે.
એસઓપી અને મેમોરેન્ડમ વેબસાઇટ પર ઉપલબ્ધ
CJPએ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓની માંગણીઓ જાહેર કરવા અને કાનૂની મદદ તેમજ સમર્થન આપવા જણાવ્યું છે. આ માટે Standard Operating Procedure (SOP), પ્રચાર સામગ્રી અને આવેદનપત્ર(Memorandum)નો ડ્રાફ્ટ પોતાની વેબસાઇટ પર અપલોડ કર્યો છે. પોસ્ટરના અંતે 'ઇંકલાબ ઝિંદાબાદ' અને 'ભારત માતા કી જય'ના નારા સાથે લોકોને પ્રદર્શનમાં જોડાવા હાકલ કરાઈ છે.









