IND vs PAK Match: ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકામાં રમાયેલા ICC T20 વર્લ્ડ કપ 2026ના મુકાબલામાં ભારતની ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા જીત હાંસલ કરી છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું છે. પાકિસ્તાનને ભારતે હરાવતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જીતની શુભકામનાઓ પાઠવી છે. જણાવી દઈએ કે, ભારતીય ટીમની જીત પર સચિન તેંદુલકર, કેશવ પ્રસાદ મૌર્ય, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, શિવરાજસિંહ ચૌહાણ સહિતના દિગ્ગજોએ શુભેચ્છાઓ પાઠવી છે. ત્યારે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવની પણ પ્રતિક્રિયા આવી છે.
હર હર મહાદેવ: સૂર્યકુમાર યાદવ
'મહાશિવરાત્રિ પર મહાવિજય...' : CM યોગી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે X પર પોસ્ટ કરીને લખ્યું કે- 'મહાશિવરાત્રિ પર મહાવિજયની દેશવાસીઓને શુભકામનાઓ! ભારતીય ક્રિકેટ ટીમના તમામ સભ્યોને અભિનંદન! જય હિન્દ!'
'ખોટી જગ્યાએ યૂ-ટર્ન નહોતો લેવો...' : દિલ્હી પોલીસે કર્યો કટાક્ષ
આ વચ્ચે દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારતની જીતને લઈને જોરદાર પ્રતિક્રિયા આપી છે. દિલ્હી પોલીસે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ખોટી જગ્યાએ U-turn લેશો તો આવી જ રીતે મોંભેર પડકાશો.
'બાપ તો બાપ હોતા હૈ...' : ધીરેન્દ્ર શાસ્ત્રી
ભારતની જીત પર બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ દુશ્મનોને જવાબ આપ્યો હતો, એવી જ રીતે ક્રિકેટના મેદાન પર ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. અંતે, બાપ તો બાપ હોય છે.'
ભારતના ભવ્ય વિજય પર અમદાવાદમાં ઉજવણી
મુંબઈમાં રોડ પર માનવમહેરાણ, જીતની ખુશી
ભારતના હાથે પાકિસ્તાન હંમેશા અપમાનિત થાય છે: ભારતીય ટીમનો ફેન
પાકિસ્તાન સામે ભારતની જીત થતાં અયોધ્યામાં લોકો અને સંતો ઝૂમી ઉઠ્યા
ભારતની જીત બાદ કાનપુરમાં ઉજવણી
ભારતની જીત બાદ પ્રયાગરાજમાં ઉજવણી
પાકિસ્તાન પર ભારતની જીત બાદ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.


