India

કાશ્મીરમાં વાદળ ફાટયું, ઉત્તરાખંડમાં એલર્ટ, રાજસ્થાનમાં ધૂળની આંધી

By GS Team
13 Jul 20262 mins read
TukuTouch Logo
પૂર્વોત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભારે વરસાદની આગાહી છે. કાશ્મીરના અનંતનાગમાં વાદળ ફાટવાથી પહલગામમાં હોટેલો અને ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા. ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 126 રસ્તાઓ બંધ થયા, યમુનોત્રી હાઇવે 3 દિવસથી બ્લોક છે. તંત્ર કામગીરીમાં જોતરાયું છે. રાજસ્થાનમાં ધૂળના તોફાનની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાશ્મીરમાં વાદળ ફાટયું, ઉત્તરાખંડમાં એલર્ટ, રાજસ્થાનમાં ધૂળની આંધી
  • પૂર્વોત્તર, પશ્ચિમ અને મધ્યમાં ભારે વરસાદની આગાહી પહલગામમાં પૂરના પાણી હોટેલો, ઘરોમાં ઘૂસી ગયા
  • ઉત્તરાખંડમાં અનેક સ્થળે ભુસ્ખલન, 126 રોડ બંધ યમુનોત્રી હાઇવે ત્રણ દિવસથી બ્લોક, તંત્ર દોડતું થયું
    નવી દિલ્હી: દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસુ હાલ સ્થિર અવસ્થામાં છે અને ભારે વરસાદ નથી પડી રહ્યો. જોકે કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં વાદળ ફાટવા અને પૂરની ઘટનાઓ પણ સામે આવી છે. જેમ કે કાશ્મીરના અનંતનાગમાં બે જગ્યાએ વાદળ ફાટયા હતા, પહલગામ અને શંગુસમાં અચાનક જ પૂર આવ્યું હતું. ઉત્તરાખંડ, હિમાચલમાં પણ ભારે વરસાદ પડયો હતો.

હવામાન વિભાગે આગાહી કરી છે કે પૂર્વોત્તર વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસોમાં ભારેથી અતી ભારે વરસાદની શક્યતાઓ છે.
ઉત્તરપશ્ચિમ, પશ્ચિમ મધ્ય વિસ્તારોમાં પણ આગામી છથી સાત દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને ભારેથી અતી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. સમગ્ર ઉત્તરાખંડમાં રવિવારે જ ભારે વરસાદ નોંધાયો છે જેને પગલે અનેક સ્થળે ભુસ્ખલનની ઘટનાઓ સામે આવી હતી અને આશરે ૧૨૬ જેટલા રોડ બ્લોક થઇ ગયા હતા જેમાં બે નેશનલ હાઇવેનો સમાવેશ થાય છે.
યમુનોત્રી હાઇવે છેલ્લા ત્રણ દિવસથી બંધ છે અને કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.
રાજસ્થાનમાં આગામી બેથી ત્રણ દિવસમાં ભારે પવન સાથે ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. ધુળના આ તોફાનની અસર જોધપુર, બિકાનેર અને આસપાસના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે. પશ્ચિમ બંગાળમાં ૧૪મી તારીખ સુધીમાં ભારેથી અતી ભારે વરસાદની શક્યતાઓ છે.
બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લામાં એક જ કલાકમાં બે અલગ અલગ સ્થળે વાદળ ફાટયા હતા જેને પગલે પૂર આવ્યું હતું. ખાસ કરીને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેલા પહલગામમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઇ ગયા હતા, આ વિસ્તારમાં અનેક હોટેલોમાં પણ પાણી ઘૂસી ગયા હતા જેને પગલે પર્યટકોમાં થોડો ભય જોવા મળ્યો હતો.