સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026: ટોપ-5માં સુરતનું પણ નામ, દિલ્હી-મુંબઈ ટોપ-20માં પણ નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Swachha Vayu Sarvekshan 2026: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે(CPCB) સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026ના પરિણામ જાહેર કર્યા છે. આ વખતે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉએ બાજી મારી છે, તો મધ્યપ્રદેશનું ઇન્દોર બીજા તો જબલપુર ત્રીજા સ્થાને છે. જેમાં દેશની રાજધાની દિલ્હી 172 અંકો સાથે 21મા સ્થાને છે અને મુંબઈ 160 અંક સાથે 28મા સ્થાને છે. બીજી બાજુ, છત્તીસગઢની રાજધાની રાયપુર 189 અંક સાથે છઠ્ઠા સ્થાને છે. દુર્ગ-ભિલાઈ 175.3 અંક સાથે 17મા નંબર પર છે.

10 લાખથી વધુ આબાદીવાળા ટોપ-5 શહેર
કેટેરગી-Iમાં 10 લાખથી વધુ વસતિવાળા શહેર પણ સામેલ છે. જેમાં યુપીની રાજધાની લખનઉ પહેલા ક્રમાંકે, મધ્યપ્રદેશનું ઇન્દોર બીજા, જબલપુર ત્રીજા, ભોપાલ અને આગ્રા સંયુક્ત રીતે ચોથા અને ગુજરાતનું સુરત પાંચમા ક્રમાંકે છે.

- લખનઉ (ઉત્તરપ્રદેશ) - 198 અંક (રેન્ક 1)
- ઇન્દોર (મધ્યપ્રદેશ) - 197 અંક (રેન્ક 2)
- જલબપુર (મધ્યપ્રદેશ) - 195 અંક (રેન્ક 3)
- ભોપાલ / આગરા - 195 અંક (ચોથો રેન્ક)
- સુરત - 191 અંક (પાંચમો રેન્ક)

કેગરીરી-II, 3થી 10 લાખ વસતિ ધરાવતા શહેર
કેગરીરી-IIમાં 3થી 10 લાખ લોકોની વસતિ છે. જેમાં ઓરિસ્સાના રાઉરકેલાએ 198.5 અંક મેળવાની ટોપ કર્યું છે. ફિરોઝાબાદ અને ગુંટૂર 195 અંક સાથે બીજા સ્થાને છે. આ કેટેગરીમાં છત્તીસગઢના કોરબાનું 296.5નું 186.5 અંક સાથે 10મું સ્થાન છે. મધ્યપ્રદેશનું ગ્વાલિયર 157 અંક સાથે 30મા, સાગર 178 અંક સાથે 18મા અને ઉજ્જૈન 181.5 અંક સાથે આ કેટેગરીમાં 13મા સ્થાને રહ્યા છે.




