India

'કોકરોચ જનતા પાર્ટી' ને પડકારવા હવે 'ઓગી જનતા પાર્ટી' મેદાને, અભિજિતને કર્યા કાઉન્ટર સવાલ

By GS Team
23 May 20263 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટના સીજેઆઈ સૂર્યકાંત દ્વારા યુવાઓ પર કરવામાં આવેલી એક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયેલો વિવાદ હવે એક નવા જ સ્તરે પહોંચી ગયો છે. ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહેલી 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ને ટક્કર આપવા માટે હવે તેની વિરોધી પાર્ટી 'ઓગી જનતા પાર્ટી' (OJP)નો જન્મ થયો છે. જાણીતી કાર્ટૂન સિરીઝ 'ઓગી એન્ડ ધ કોકરોચેઝ' પરથી પ્રેરણા લઈને બનેલી આ ઓજેપીએ હવે સોશિયલ મીડિયા પર સીજેપી સામે મોરચો ખોલી દીધો છે. ઉલ્લેખનીય છે કે, 'કોકરોચ જનતા પાર્ટી'એ છેલ્લા ત્રણ દિવસમાં ઇન્સ્ટાગ્રામ પર ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષોને પણ પાછળ છોડીને ભારે લોકપ્રિયતા મેળવી છે, જોકે ભારતમાં તેનું X હેન્ડલ બંધ કરી દેવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'કોકરોચ જનતા પાર્ટી' ને પડકારવા હવે 'ઓગી જનતા પાર્ટી' મેદાને, અભિજિતને કર્યા કાઉન્ટર સવાલ

CJP vs OJP: સુપ્રીમ કોર્ટના સીજેઆઈ સૂર્યકાંત દ્વારા યુવાઓ પર કરવામાં આવેલી એક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયેલો વિવાદ હવે એક નવા જ સ્તરે પહોંચી ગયો છે. ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહેલી 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ને ટક્કર આપવા માટે હવે તેની વિરોધી પાર્ટી 'ઓગી જનતા પાર્ટી' (OJP)નો જન્મ થયો છે. જાણીતી કાર્ટૂન સિરીઝ 'ઓગી એન્ડ ધ કોકરોચેઝ' પરથી પ્રેરણા લઈને બનેલી આ ઓજેપીએ હવે સોશિયલ મીડિયા પર સીજેપી સામે મોરચો ખોલી દીધો છે. ઉલ્લેખનીય છે કે, 'કોકરોચ જનતા પાર્ટી'એ છેલ્લા ત્રણ દિવસમાં ઇન્સ્ટાગ્રામ પર ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષોને પણ પાછળ છોડીને ભારે લોકપ્રિયતા મેળવી છે, જોકે ભારતમાં તેનું X હેન્ડલ બંધ કરી દેવામાં આવ્યું છે.

'ઓગી જનતા પાર્ટી'એ સીજેપીના ફાઉન્ડર પર સાધ્યું નિશાન

ઓગી જનતા પાર્ટી (OJP) મેદાનમાં આવતાની સાથે જ તેણે સીજેપીના ફાઉન્ડર અભિજીત દીપકે પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. ઓજેપીએ સવાલ ઉઠાવ્યો છે કે સીજેપીના ફાઉન્ડરનો આમ આદમી પાર્ટી (AAP) સાથે શું સંબંધ છે? ઓજેપીએ પુરાવા તરીકે વર્ષ 2024ની એક પોસ્ટ શેર કરી છે, જેમાં અભિજીત દીપકે બોસ્ટન જતા પહેલા મનીષ સિસોદિયાનો આભાર માન્યો હતો. તે પોસ્ટમાં દીપકેએ લખ્યું હતું કે, 'હું તમારી સાથે કામ કરવાની તક મળવા બદલ આભારી છું. હવે હું તમારા માર્ગદર્શન હેઠળ બોસ્ટન જઈ રહ્યો છું. અંતર વધવાથી આપ પ્રત્યેની મારી પ્રતિબદ્ધતા ક્યારેય ઓછી નહીં થાય.' આ પોસ્ટને આગળ ધરીને ઓજેપી હવે સીજેપીને ઘેરી રહી છે.

શું છે ઓજેપીનો મુખ્ય નારો અને લક્ષ્ય?

ઓજેપીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ પ્રતિકાત્મક પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ પ્રકારના કોકરોચનો નાશ કરવાનો છે. પાર્ટીએ સ્પષ્ટ નારો આપ્યો છે કે, 'કોઈપણ રોચ (કોકરોચ), ગમે તે સાઈઝનો કે ગમે તે પ્રજાતિનો હોય, તેને ખતમ કરવામાં આવશે.' આ સાથે જ ઓજેપીએ સીજેપીની તીખી આલોચના કરતા ઇન્સ્ટાગ્રામ પર સ્વતંત્રતા સેનાનીઓની તસવીરો શેર કરી છે. ઓજેપીએ લખ્યું છે કે, 'તલવારની ધાર પર બનેલી આ ભૂમિના યુવાઓ આજે પોતાને કોકરોચ કહેવડાવવામાં ગર્વ અનુભવી રહ્યા છે, જે વાસ્તવમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી હોવાના લક્ષણો છે.'

એનિમલ વેલફેર અને NEET પેપર લીક મુદ્દે નવો એજન્ડા

'ઓગી જનતા પાર્ટી'એ માત્ર વિરોધ કરવાને બદલે પશુઓની સુરક્ષા માટે પોતાનો એક અલગ ઢંઢેરો (મેનિફેસ્ટો) પણ જાહેર કર્યો છે. જેમાં પશુઓ માટે ફ્રી હેલ્થકેર, કડક કાયદા, વધુમાં વધુ શેલ્ટર હોમ અને એડોપ્ટેશન કેમ્પેઈન ચલાવવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત, દેશમાં ચર્ચાસ્પદ બનેલા NEET પેપર લીકનો મુદ્દો ઉઠાવીને ઓજેપીએ પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગ પણ કરી છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ઓજેપીના 10 હજારથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે.

આ પણ વાંચો: 46.4 ડિગ્રી તાપમાન સાથે યુપીનું બાંદા દેશનું સૌથી ગરમ સ્થળ, અરુણાચલમાં ભારે પૂરની સ્થિતિ

વિવાદો વચ્ચે સીજેપીને મળ્યો કોંગ્રેસ અને ડાબેરીઓનો સાથ

બીજી તરફ, 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ને રાજકીય સમર્થન પણ મળવા લાગ્યું છે. કેરળના સત્તાધારી પક્ષ કોંગ્રેસ, તેના સહયોગી પક્ષ IUML અને વિપક્ષ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના કેટલાય યુવા નેતાઓએ આ વ્યંગાત્મક સોશિયલ મીડિયા એકાઉન્ટને પોતાનો ટેકો જાહેર કર્યો છે. નવનિર્વાચિત ધારાસભ્ય અબિન વર્કી (કોંગ્રેસ), પી કે નવાસ અને ટી પી અશરફઅલી (IUML) તેમજ વી કે સનોજ (માકપા) એ સીજેપીના અભિયાનને યોગ્ય ગણાવ્યું છે. આ ઉપરાંત 'સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા' (SFI)ના પ્રદેશ અધ્યક્ષ એમ શિવપ્રસાદ સહિતના વિદ્યાર્થી નેતાઓ પણ આ કેમ્પેઈનની તરફેણમાં આવ્યા છે. યુવા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્કીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સામે વાજબી સવાલો ઉઠાવતા કોઈપણ આંદોલનને સમર્થન આપવામાં કંઈ ખોટું નથી.