સીઆઇએસએફ જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- જમ્મુ-કાશ્મીરનાં કઠુઆ જિલ્લાની ઘટના
- ઉગ્ર બોલાચાલી પછી એક જવાને અંધાધૂંધ ગોળીબાર કર્યો
કઠુઆ : જમ્મુ-કાશ્મીરનાં કઠુઆ જિલ્લાનાં બસોલી ક્ષેત્રનાં સીઆઇએસએફ કેમ્પમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. મશકાનાં સેવા પ્રોજેક્ટમાં તૈનાત સીઆઇએસએફ કર્મચારીઓની વચ્ચે થયેલ ઉગ્ર ચર્ચા પછી ગોળીબાર કરવામાં આવ્યો હતો.
આ ઘટનામાં સીઆઇએસએફનાં ચાર જવાનોનાં મોત થયા છે. આસિસ્ટન્ટ કમાંડેટ અંકિતકુમાર પાંડે, એસઆઇ લક્ષ્મણ સિંહ, કોન્સ્ટેબલ રફીક એહમદ અને કોન્સ્ટેબલ સંદીપ કુમારનું મોત થયું છે. સીઆઇએસએફ કર્મચારીઓ પર ગોળી ચલાવનાર આરોપીની ઓળખ સીઆઇએસએફ કર્મચારી અભિદેશ સિંહ તરીકે કરવામાં આવી છે. ગોળીબારની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
આ જવાન હિમાચલ પ્રદેશની સરહદે આવેલા બસોલીનાં મશકા ગામમાં સેવા-૩ પાવર પ્રોજેક્ટની સુરક્ષા કરી રહ્યાં હતાં. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર બે જવાનોની વચ્ચે કોઇ વાત અંગે ચર્ચા થઇ હતી અને ત્યારબાદ તેમાંથી એકએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેના કારણે ચાર જવાનોનાં મોત થયા હતાં.
ગોળીબારની જાણ થતાં જ વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી હતી.




